Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 240
________________ અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ ૨૧૭ मयसंवरुज्जणत्थं, गिलाणपाणोवगारि वाभिमयं । मुहपत्तियाइ चेवं, परूवणिज्जं जहाजोगं ॥ २५७७ ॥ ગાથાર્થ - વસ્ત્રાદિ (વસ્ત્ર અને પાત્ર) સંયમી જીવનમાં શું ઉપકાર કરે છે ! આવો જો પ્રશ્ન થતો હોય તો તેનો ઉત્તર સાંભળ (૧) શીતાર્ત (ઠંડીથી પીડાયેલા) સાધુઓનું ત્રાણ (રક્ષા) કરે છે. (૨) અગ્નિકાય અને તૃણગત જીવોની ત્રાણ (રક્ષા) કરે છે ૨૫૭૫ II (૩) તથા રાત્રિમાં ચાર કાલગ્રહણ કરાય છે. (૪) મહાત્માઓને સુખે સુખે સ્વાધ્યાય અને ધ્યાનની સાધના થાય છે. (૫) મણિ (હિમના કણીયા), મહિકા (ધૂમસ), વાસ (વરસાદ), ઉસ (ઝાકળ), રજ (કંઈક લાલ ધૂળ) આદિની રક્ષાના નિમિત્તે વસ્ત્ર ધારણ કરાય છે. | ૨૫૭૬ / (૬) તથા મૃત્યુ પામેલા સાધુને ઢાંકવા માટે, (૭) મૃતક શરીરને પરઠવવા માટે, (૮) માંદા સાધુના પ્રાણોના ઉપકાર માટે તે વસ્ત્ર રાખવાનું મનાયેલું છે. આ જ પ્રમાણે મુહપત્તી તથા રજોહરણાદિ પણ સંયમના ઉપકારી અંગો છે તે યથાયોગ્ય રીતે શાસ્ત્રને અનુસારે સમજી લેવું. પણ આ સર્વે વસ્તુઓ મૂછપૂર્વક રખાતી નથી. ર૫૭૭થી વિવેચન - વસ્ત્રાદિ સંયમમાં શું ઉપકાર કરે છે? આવો પ્રશ્ન છે શિવભૂતિ ! ધારો કે તને થાય. તો વસ્ત્રાદિથી સંયમમાં શું શું ઉપકાર થાય છે તે અમારા વડે તને કહેવાય છે તે તું સાવધાન થઈને સાંભળ : (૧) સુતરના બનાવેલા કે ઉનના બનાવેલા વસ્ત્રો દ્વારા ઠંડીથી પીડાયેલા સાધુઓની રક્ષા કરાય છે. એટલે કે આર્તધ્યાન થવાની સંભવનું જ અપહરણ કરાય છે. (૨) તથા તાપણું કરીને ઠંડી ઉડાડવી પડત તેમાં અગ્નિકાયના જીવો અને ઘાસ આદિમાં વનસ્પતિકાયના જીવોની હિંસા થાત તે ન થાય. આ રીતે અગ્નિકાય અને વનસ્પતિકાય આદિ જીવોની રક્ષાનું પણ કારણ છે. ઉપરની વાતનો ભાવાર્થ એવો છે કે જો વસ્ત્રાદિ સાધુએ ન રાખ્યાં હોત તો ઠંડીથી પીડાયેલા સાધુઓ છાણાં આદિનો અગ્નિ કરત અથવા ઘાસ-લાકડાં આદિનો અગ્નિ કરત. તે કરવામાં તેમાં રહેલા વનસ્પતિકાય તથા કોઈ કોઈ ત્રસકાય જીવોનો ઉપઘાત અવશ્ય થાત જ, વસ્ત્રો વડે શરીર ઢાંકવાથી ઠંડી રોકી શકાય છે તેથી આ હિંસા કરવાથી બચી જવાય છે. આ રીતે અગ્નિકાય તથા તૃણાદિના જ્વલન વિના પણ ઠંડીની પીડા દૂર થઈ શકે છે. તેથી તે તે જીવોની રક્ષા થાય છે. તે ૨૫૭૫ || તથા (૩) “નવડ વોલ, ગહન્ને તિયં તુ વાઘબં” આવા પ્રકારનું શાસ્ત્રીય વચન હોવાથી સમસ્ત રાત્રિ જાગરણ કરતા સાધુએ ઉત્કૃષ્ટથી ચાર કાલગ્રહણ લેવા જોઇએ અને જઘન્યથી ત્રણ કાલગ્રહણ કરવાં જોઈએ હિમના કણીયા પડતા હોય ત્યારે તે ઋષિ મહાત્માઓને ચાર કાલગ્રહણ લેવાં આવું શાસ્ત્રકાર મહર્ષિઓનું વચન હોવાથી

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278