Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 254
________________ અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ ૨૩૧ તેમ આ કાળે તે વિચ્છેદ પામ્યો છે આ પણ વચન તેઓનું જ છે અને તે તારે સ્વીકારવું જોઇએ ર૫૯૧-૨૫૯રા અવતરણ - “જિનકલ્પ છે” આવું વચન તો આગમોમાં જોવા મળે છે. પરંતુ “તે જિનકલ્પ હાલ વિચ્છેદ પામ્યો છે” આ વાત તીર્થકર ભગવંતો વડે કયા વચનોથી ક્યાં કહેવાયેલી છે ? આવો જો તને પ્રશ્ન થતો હોય તો સાંભળ. મા-પરમદિ-પુત્રાણ, સાહાર-વ-૩વસ પે ! संजमतिय-केवलि-सिज्झणा च जंबुम्मि वुच्छिण्णा ॥ २५९३ ॥ ગાથાર્થ - (૧) મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિલબ્ધિ, (૩) પુલાકલબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપકશ્રેણી, (૬) ઉપશમ શ્રેણી (૭) જિનકલ્પ (૮) સંયમત્રિક (૯) કેવલીપણું અને (૧૦) સિદ્ધિપદની પ્રાપ્તિ આ ૧૦ વસ્તુઓ જંબુસ્વામી મોક્ષે ગયા ત્યારે જ વિચ્છેદ પામેલી છે. || ૨૫૯૩ || વિવેચન - પાંચમા આરામાં પડતા કાલના પ્રભાવે જ જંબૂસ્વામી મોક્ષે ગયા ત્યારે નીચે મુજબની દશ વસ્તુઓ વિચ્છેદ પામી છે. આ પ્રમાણેનું આગમ વચન છે. (૧) મન:પર્યવજ્ઞાન (૨) પરમાવધિજ્ઞાન (૩) મુલાકલબ્ધિ (૪) આહારક લબ્ધિ (૫) શપક શ્રેણી. (૬) ઉપશમ શ્રેણી. (૭) જિનકલ્પ (૮) પરિહારવિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, અને યથાખ્યાત ચારિત્ર એમ ત્રણ પ્રકારનાં ચારિત્ર (૯) કેવળજ્ઞાનની પ્રાપ્તિ તથા (૧૦) સિદ્ધિગતિની (મુક્તિની) પ્રાપ્તિ. આ ૧૦ વસ્તુઓ બૂસ્વામી મોક્ષે ગયા ત્યારે વિચ્છેદ પામી છે. જંબૂસ્વામી હતા. ત્યાં સુધી આ ૧૦ વસ્તુઓ હતી. પરંતુ ઉત્તરત્ર એટલે જંબૂસ્વામી મોક્ષે ગયા પછી આ દશ વસ્તુઓ નથી. આમ આ વસ્તુઓ વિરચ્છેદ થયેલી જાણવી. || ૨૫૯૩ || અવતરણ - પૂર્વે ગાથા નંબર ૨૫૫૭ માં કહ્યું છે કે “ ૪ નિવેત પરિષદો મુut” ઈત્યાદિ પાઠમાં મુનિઓ અચેલક પરિષહને જિતનારા હોય છે. આમ કહેલું છે. ત્યાં કોઈક પ્રશ્ન કરે છે કે :जइ चेलभोगमेत्तादजिआचेलयपरीसहो तेण । अजियदिन्छिाइ परीसहो वि भत्ताइभोगाओ ॥ २५९४ ॥ एवं तुह न जियपरिसहा जिणिंदा वि सव्वहावन्नं । अहवा जो भत्ताइसु स विही चेले वि किं नेटो ॥ २५९५ ॥ ગાથાર્થ - જો વસના ઉપભોગ માત્રથી જ મુનિઓ અચેલક પરિષદને ન જિતનારા તારાવડે મનાતા હોય તો ભોજન-પાણી આદિના સ્વીકાર માત્રથી દિગંછા (એટલે સુધા

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278