Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 272
________________ નિતવવાદનોઉપસંહાર ૨૪૯ એટલે મૃત્યુ એકભવની સમાપ્તિ તથા ગર્ભવસતિ એટલે ગર્ભાવાસ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ભવોમાં ગર્ભમાં વસવું. આમ જન્મ એટલે ગર્ભાવાસથી બહાર આવવુ અને ગર્ભાવાસ એટલે ગર્ભમાં વસવું આમ અર્થભેદ હોવાથી પુનરૂક્તિ દોષ લાગતો નથી. તથા સંસરણ એટલે નરક આદિ ભવોમાં વારંવાર ભમવું. તે સંસાર, તેનું મૂલકારણ આ સાત નિદ્વવોની દષ્ટિઓ છે. નિર્ગુન્હ રૂપ માત્ર સાધુપણાનો દેખાવ જરૂર છે પરંતુ માન્યતા પરમાત્માથી ઘણી જ વિપરીત છે માટે અનંત સંસાર પરિભ્રમણનું કારણ બને છે આ પ્રમાણે આ નિર્યુક્તની ગાથા છે તેનો અર્થ સમજાવ્યો. || ૨૬૧૬ || અવતરણ - આ જે જે નિવો થયા. તે શું સાધુ કહેવાય કે તીર્થોત્તરીય (અન્યધર્મના સાધુબાવા-જતિ-જોગી) કહેવાય કે શું ગૃહસ્થ (સંસારી) કહેવાય ? - આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારશ્રી આપે છે આ નિતવો તે સાધુ નથી. કારણ કે એક સાધુ માટે (બુદ્ધિથી કભી) બનાવેલા આહારાદિ અન્ય સાધુને કશે નહી. નિવામાં આમ હતું નહીં અર્થાત એક સાધુને ઉદ્દેશીને બનાવેલો આહાર પણ અન્ય નિવો ગ્રહણ કરતા હતા માટે સાધુ નથી (ભલે કદાચ સાધુનો વેશ હશે પણ પરમાર્થે તેઓ સાધુ નથી) આ વાત સમજાવે છે. पवयणनिहूयाणं, जं तेसिं कारियं जहिं जत्थ । भज्जं परिहरणाए, मूले तह उत्तरगुणे य ॥ २६१७ ॥ ગાથાર્થ - જૈનીએ પ્રવચનમાં થયેલા નિહ્નવો માટે જે ક્ષેત્રમાં જે કાળે જે આહારાદિ કરાયા હોય તે આહારાદિનો પરિહાર (ત્યાગ) કરવાનું મૂલગુણવિષયક અને ઉત્તરગુણવિષયક ભજનાએ જાણવું | ૨૬૧૭ || વિવેચન :- મૂલગાથામાં જે નિદૂય શબ્દ છે તે દેશીવાચી (દશવિશેષમાં પ્રસિદ્ધ) અકિંચિત્કર અર્થમાં જાણવો. જિનેશ્વરપ્રભુના શાસનમાં જે રીતની ધર્મક્રિયાઓ આચરવાની કહી છે. તે પ્રમાણે ધર્મક્રિયાઓ કરવામાં જેઓ વિઝન છે. અર્થાત ભગવાનની વાતને છુપાવનારા છે. અર્થાતુ ન માનનારા એવા જે નિદ્ભવો થયા. તેઓના માટે બનાવેલાં એટલે કે જે ક્ષેત્રમાં અને જે કાલમાં તેઓ માટે જ આહારાદિ બનાવ્યાં હોય તેનું વર્જન ઉત્તમ સાધુઓને ભજનાએ જાણવું. ક્યારેક પરિહાર યોગ્ય ગણાય અને ક્યારેક પરિહાર યોગ્ય ન પણ ગણાય કેવી રીતે આમ કહેવાય છે ? તો તે વાત સમજાવે છે કે જયારે લોકો ન જાણતા હોય કે આ નિદ્વવો છે સાચા સાધુ નથી. આ વાત લોકો જયારે ન જાણતા હોય સાધુઓથી નિદ્વવોને ભિન્ન ન સમજતા હોય ત્યારે સાચા સાધુઓને તે આહારાદિ વજર્ય ગણાય છે. કારણ કે સાધુઓ માટે જ બનાવ્યો છે એવી પ્રતીતિ છે.

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278