Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 271
________________ ૨૪૮ નિઠવવાદ બન્ને નિહ્નવને કહે છે કે તમે બન્ને પોત પોતાના જે મત ધરાવો છો તે કુત્સિત છે મિથ્યા છે તેથી તમારી બન્નેની કુત્સિત માન્યતા માનવાના બે દોષો તમને આવે છે તથા નિર્દોષ એવો મારો મત તમે નથી માનતા તે એક દોષ વધારે આવે છે આમ તમને બન્નેને ત્રણ દોષો આવે છે. આમ જ્યાં જ્યાં ત્રણ નિર્ભવો સાથે મળ્યા હોય અને તેમાં જો અબદ્ધિક ન હોય તો ત્રણ ત્રણ દોષો આવે છે આમ સમજવું. ફક્ત અબુદ્ધિકની સાથે જો સામે બે નિહ્નવો આવે એમકુલ ત્રણ નિહ્નવોનો યોગ મળે ત્યારે વ્યક્તિવિવક્ષાએ એક દોષ વધવાથી કુલ ચાર દોષો થાય. સામે આવેલા બે નિહ્નવોના એક જ અભિપ્રાયના બે દોષ અને અબદ્ધિકની પોતાની બે માન્યતા એમ કુલ ચાર દોષો થાય. તથા “તિપ્પભિઈ” શબ્દમાં ત્રણ વિગેરે લખ્યું છે તેથી પ્રવૃત્તિ શબ્દના ગ્રહણથી જો ચાર નિહ્નવો-પાંચનિહ્નવો-છનિહ્નવો અને સાત નિહ્નવોનો સાથે યોગ મળે ત્યારે અનુક્રમે ૪-૫-૬ અને ૭ દોષો ઉપર કહ્યા પ્રમાણે સમજી લેવા ફક્ત તેમાં જો અબદ્ધિક નિર્ભવ આવ્યો હોય તો તેની સાથે એક દોષ વધારે લાગવાથી. અનુક્રમે ચાર વિગેરે નિર્ભવો ભેગા થાય ત્યારે વ્યક્તિની વિવક્ષા કરીએ ત્યાં એકદોષ અધિક લાગવાથી ૫-૬-૭-૮ દોષો જાણવા. ॥ ૨૬૧૫ || અવતરણ :- હવે એક પ્રશ્ન થાય છે કે આ આઠે નિર્ભવોની જે જે આ એકાન્ત વિપરીત માન્યતા હતી. તે શું તેઓના સંસારની વૃદ્ધિ માટે થઈ કે મુક્તિ માટે થઈ? આવી કોઈને કદાચ શંકા થાય તો તે શંકાના નિવારણ અર્થે ગ્રંથકાશ્રી કહે છે કે ઃ सत्तेया दिट्ठीओ, जाई-जरा-मरणगब्भवसड्ढही । मूलं संसारस्स उ, हवंति निग्गंथरुवेणं ॥ २६१६ ॥ ગાથાર્થ :- આ સાતે દૃષ્ટિઓ (એકાન્ત અને મિથ્યા હોવાથી) સાધુપણાનું રૂપ હોવા છતાં પણ જાતિ-જરા-મરણ અને ગર્ભવાસાદિરૂપ સંસારવૃદ્ધિનું જ કારણ બની છે. II૨૬૧૬॥ વિવેચન :- ઉપર સમજાવેલા સાતે નિહ્નવોની સાત દૃષ્ટિ (અને = શબ્દથી જણાવેલી બોટિકની દૃષ્ટિ પણ) નિહ્નવોનાંજ દર્શનો કહેવાય નિહ્નવોના જ મત કહેવાય છે. બોટિક એટલે કે દિગંબર પૂર્વે કહેલા કારણથી ભિન્ન વિવક્ષ્યા નથી. પણ = શબ્દથી સંગ્રહીત કરી લેવા આ બધી દૃષ્ટિઓ એકાન્ત હોવાથી અને મિથ્યારૂપ હોવાથી સંસાર વૃદ્ધિનું જ કારણ બને છે. હ્રાસામ્ કોનું કારણ બને છે ? આવો પ્રશ્ન થાય તો કહે છે : = જાતિ-જરા-મરણ અને ગર્ભવાસાદિનું કારણ બને છે ત્યાં જાતિ એટલે જન્મ અર્થાત નરકાદિ ભવોમાં જે પ્રસવ થવો જન્મવું તે, જરા એટલે ઘડપણ, વૃદ્ધત્વ તથા મરણ

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278