Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 270
________________ નિતવવાદનોઉપસંહાર ૨૪૭ તો બે પદાર્થની સાથે ભિન્ન ભિન્ન મત વિચારીએ તો તું જેમ કહે છે તેમ પોતાના બે અભિપ્રાય અને સાથેના વાદીનો એક અભિપ્રાય એમ ત્રણ ત્રણ દુષણો થાય જ છે એમ અમે પણ તેમજ માનીએ છીએ પરંતુ એક જ અબદ્ધિક નિદ્ભવમાં બે પદાર્થ વિષયક જે બે માન્યતા છે તે માનનાર અબદ્ધિકવાદી કર્તારૂપે એક જ છે તેથી આ બન્ને માન્યતાને સામાન્યથી એકરૂપે વિચારીએ તો પોતાની બે માન્યતાઓ એક જ વ્યક્તિ આશ્રિત હોવાથી એક જ મનાય. આ રીતે ઉપર બતાવેલા ન્યાયને અનુસાર એક એક વાદી નિતવને બે બે દોષો આવે છે સર્વ સ્થાને આમ કહેવામાં કંઈ વિરોધ નથી આટલા વિસ્તાર વડે હવે સર્યું // ૨૬૧૨-૨૬૧૩-૨૬૧૪ || અવતરણ: આ અબદ્ધિક નિવની વ્યક્તિ અપેક્ષાએ જે વિચાર કરીએ તો પોતાની બે માન્યતા અને પરવાદીની એક માન્યતા એક ત્રણ દોષો આવે જ છે આ વાતમાં ભાષ્યકાર મહારાજ પણ સમ્મત છે. તે આ પ્રમાણે : अबद्धियस्स दोसे देंति तओ सो वि तिन्नि अन्नस्स । तिप्पभिई तु समेया, दोसे तिप्पभिइए देंति ॥ २६१५ ॥ ગાથાર્થ - અબદ્ધિક નિદ્ધવને અન્ય નિહ્નવો ત્રણ દોષો આપે છે અને તે અળદ્ધિકનિદ્રવ પણ અન્ય નિહ્નવોને ત્રણ ત્રણ દોષો આપે છે. પરંતુ ત્રિવિગેરે (૩-૪-૫-૬ ઇત્યાદિ) નિહ્નવો સાથે મળ્યા હોય ત્યારે તેને અનુસારે ત્રણ વિગેરે (૩-૪-૫-૬ વિગેરે) દોષો પણ આપે છે. || ૨૬૧૫ || વિવેચન - અબદ્ધિકની બે વિષયમાં ભિન્ન માન્યતા છે અને બાકીના બધા નિહ્નવો એક એક વિષયમાં વિપરીત માન્યતા ધરાવે છે તેથી વ્યક્તિની વિવક્ષા કરીએ તો પૂર્વે બતાવેલી વિધિ પ્રમાણે બહુરત આદિ અન્ય નિહ્નવો અબદ્ધિકનિદ્ધવને ત્રણ ત્રણ દોષો આપે છે. અને તે અબદ્ધિક નિદ્ભવ પણ બહુરત આદિ નિદ્વવોને ત્રણ ત્રણ દોષો આપે છે. આ પ્રમાણે અબદ્ધિકની સાથે બીજી કોઈ એક નિદ્ભવ મળ્યો હોય ત્યારે આમ બે જ નિદ્ભવ સાથે મળ્યા હોય ત્યાં અને તેમાં પણ એક અબદ્ધિક હોય તો જ) ત્રણ ત્રણ દોષો પરસ્પર આપે છે પરંતુ જ્યારે ત્રણ-ચાર-પાંચ વિગેરે વધારે નિહ્નવો સમુચ્ચિત થયા હોય (એકઠા મળ્યા હોય) ત્યારે શું વિધિ છે? કેટલા દોષો લાગે છે ? તે હવે જણાવે છે. ત્રણ વિગેરે વધારે નિદ્ભવો સાથે મળ્યા હોય ત્યારે ત્રણ વિગેરે વધારે દોષો પણ પરસ્પર આપે છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે અબદ્ધિક નિદ્ભવ વિના બાકીના નિદ્ભવોમાંથી બહુરત વિગેરે ત્રણ નિહ્નવો જ સાથે મળ્યા હોય તો બહુરત મતવાળો નિહ્નવ બાકીના

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278