Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 268
________________ નિવવાદનો ઉપસંહાર ૨૪૫ જણાવેલા ન્યાય પ્રમાણે સૌ પોતપોતાના અભિપ્રાય પ્રમાણે એક એક વાતને સ્વીકારતા ન હતા. બીજુ બધુ ભગવાને કહેલું માન્ય રાખતા હતા. જયારે અબદ્ધિક દષ્ટિવાળો ગોઠામાહિલ બે વાત સ્વીકારતો ન હતો. બાકીના કહેલા સર્વભાવોને માન્ય રાખતો હતો. તેથી શું સિદ્ધ થયું ? જયારે જયારે સર્વે પણ નિદ્વવો એક સ્થાને સાથે મળે ત્યારે ત્યારે પરસ્પર ઘણો વિવાદ કરતા. અને અરસપરસ એક બીજાને બે બે દોષો આપતા હતા. ત્યાં બહુરતાદિ નિહ્નવને પ્રાદેશિકાદિ નિદ્ધવનો જે મત તે પરમત કહેવાય. (પ્રાદેશિકાદિ નિહ્નવોને) તે મત નિજમત (પોતાનો મત) કહેવાય. આ રીતે પરમતનો એટલે કે પોત પોતાના મતથી અન્ય મતનો જે સ્વીકાર કરવો એકાન્ત પકડી રાખવો તે પરમત સંપ્રતિપ્રતિ કહેવાય. તેને બધા જ નિદ્વવો પરસ્પર દૂષિત કરતા હતા. પોતાની માન્યતાથી અન્ય માન્યતા છે જે નિહ્નવોએ સ્વીકારી હતી. તેને સર્વે પણ નિકૂવો દૂષિત કરતા હતા. તથા તે બહુરતાદિ નિદ્વવો પોતપોતાની માનેલી છે જે માન્યતા હતી. તેને અન્ય અન્ય નિદ્વવો જે સ્વીકારતા ન હતા. તે પોતાની માનેલી વાતને ન સ્વીકારવા રૂપ પર એવા પ્રાદેશિકાદિની સાથે જ વિવાદ હતો તેને દૂષિત કરતા હતા. આ પ્રમાણે એક એક નિહ્નવને બે બે દોષો આવતા હતા. સારાંશ કે (૧) એક દોષ તો તે કે પરે જે નવી માન્યતા ઉભી કરી છે પરનિદ્ભવે જે નવી વાત પોતાના મત પ્રમાણે જે સ્વીકારી છે તેને દૂષિત દેખવી અને દૂષિત કરવી તે. તથા (૨) બીજો દોષ છે કે જે જે નિહ્નવોએ જે જે વાત પોત પોતે સ્વીકારેલી છે. તેમાં કંઈ દોષ નથી જ, આવી વાત જે બીજા નિહ્નવો નથી સ્વીકારતા. તે વાત પોતાને ખટકે છે. - ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે બહુરત વાળા નિદ્ભવ પ્રાદેશિક નિહ્નવને કહે છે કે તમને બે દોષો આવે છે (૧) એક તો તે દોષ આવે છે કે કરાયુ હોય તેને જ કર્યું કહેવાય આવા પ્રકારની મારી જે વાત નિર્દોષ અને સંપૂર્ણ સત્ય સો રચના સોના જેવી છે તે વાત તમે નથી માનતા આ એક દોષ તમને આવે છે તમારી દૃષ્ટિએ મારી માનેલી વાત તે પરમત, તેનો સંપડિવત્તિ એટલે સ્વીકાર કરવો તે પરમતનો સ્વીકાર કરવો જોઈએ તે નથી કરતા આ પ્રથમ દોષ છે તથા (૨) ચરમપ્રદેશ માત્રમાં જ આખો જીવ છે આવી જે તમારી પોતાની માન્યતા છે. તે નિજમત વિવાદવિપત્તિપત્તિ વાળો છે. તે ખોટી વાતને તમે પકડી રાખો છો આ બીજે દોષ તમને આવે છે.

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278