Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 267
________________ ૨૪૪ નિહ્નવવાદ પરસ્પર સાથે મળે ત્યારે નિદ્વવો એક બીજાને બે બે દોષો આપતા હતા. એક દોષ તો તે કે પર એવો વાદી જે નવો અભિપ્રાય ધરાવતો હોય. તેમાં વિવાદ ઉભો કરવો તે પરમતવિસંવાદ અને બીજો દોષ તે કે સર્વે પણ વાદીઓએ પોતપોતે માનેલી જે બીજા નથી માનતા તે પોતાની માનેલી માન્યતામાં વિસંવાદ, આમ બે બે દોષો હતાં. || ૨૬૧૪ || વિવેચન :- આ આઠ નિહ્નવોમાં એક ગોઇમાહિલને છોડીને બાકીના સર્વ નિહ્નવોને પચ્ચખાણ માવજજીવ સુધીનાં જ કરાય આ માન્યતાનો સ્વીકાર હતો. તથા ગોષ્ઠામાહિલાથી અન્ય સર્વ નિહ્નવોને કર્મતત્ત્વ માન્ય હતું. તે કર્મતત્ત્વ કેવું માન્ય હતું? આત્માની સાથે બદ્ધ ધૃષ્ટ થયેલું અર્થાત્ પ્રદેશ પ્રદેશ તન્મય થયેલું. કોની જેમ ? તો હીરોદકની (દૂધ-પાણીની) જેમ તથા ગોષ્ઠમાહિલને આ બન્ને વાતો માન્ય હતી. (૧) હાવજીવ સુધીનું જ પચ્ચખ્ખાણ હોય છે એક આ વાત માન્ય ન હતી. અને આત્માની સાથે કર્મનો સંબંધ દૂધ અને પાણીની જેમ એકાકાર હોય છે આ વાત ગોઠામાહિલને માન્ય ન હતી. સારાંશ કે ગોઠામાહિલને આ બે વાત માન્ય ન હતી તે બે વાત અન્ય સર્વ નિદ્વવોને માન્ય હતી. (૧) સર્વવિરતના પચ્ચક્ઝાણો યાવજીવ સુધીનાં જ હોય છે. (૨) આત્મા અને કર્મનો સંબંધ દૂધ અને પાણીની જેમ અત્યન્ત એકમેક હોય છે. આ બન્ને વાત ગોઠામાહિલને માન્ય ન હતી. બાકીના સર્વને માન્ય હતી. તથા જમાલિ વિગેરે બીજા નિહ્નવો શું માનતા હતા અને શું નોતા માનતા ? તે વાત ગ્રંથકારશ્રી જણાવે છે કે એક જમાલિને છોડીને બાકીના સર્વે પણ તિષ્યગુપ્ત વિગેરે નિકૂવો “કરાતુ હોય તે કર્યું કહેવાય” આ માનતા હતા પરંતુ જમાલિ એક જ આ વાત માનતા ન હતા પરંતુ જમાલિ એકલા એમ જ કહેતા હતા કે “કર્યું હોય તેને જ કર્યું કહેવાય” પરંતુ કરાતું હોય તેને કર્યું ન કહેવાય. આ જ પ્રમાણે તિષ્યગુપ્ત નિતવને છોડીને બાકીના સર્વે પણ નિહ્નવો પરિપૂર્ણ જીવને જ જીવ માનતા હતા. ફક્ત તિષ્યગુપ્ત મુનિ જ ચરમ એક પ્રદેશને જ સંપૂર્ણ જીવ માનતા હતા આ પ્રમાણે બાકીના પણ સર્વે નિદ્રવોમાં તમારી પોતાની બુદ્ધિથી જ સમજી લેવું કે પોત પોતાની એક માન્યતામાં જ વિવાદ હતો. બીજી સઘળી વાત સૌ નિહ્નવો માનતા હતા, સ્વીકારતા હતા. ૨૬૧૩મી ગાથામાં લખેલો તુ શબ્દ વ શબ્દના અર્થને કહેનાર હોવાથી એમ હોતે છતે શું સિદ્ધ થયું તો જણાવે છે કે શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા પદાર્થોમાંથી ઉપર

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278