Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 263
________________ દિગમ્બર અવસ્થા અવતરણ : આ પ્રમાણે સમજાવેલા શિવભૂતિએ શું કર્યું ? તે કહે છે :इय पण्णविओ वि बहुं, सो मिच्छत्तोदयाकुलियभावो । जिणमयमसद्दहंतो, छड्डियवत्थो समुज्जाओ ॥ २६०६ ॥ तस्स भगिणी समुज्झियवस्था, तह चेव तदणुरागेणं । संपत्थिया नियथा, तो गणियाए पुणो मुयइ ॥ २६०७ ॥ ૨૪૦ નિહ્નવવાદ ગાથાર્થ :- આ પ્રમાણે ગુરુજી વડે ઘણું ઘણું સમજાવવા છતાં પણ મિથ્યાત્વના ઉદયથી વ્યાપ્ત ભાવવાળો તે શિવભૂતિ જિનેશ્વર પ્રભુના મતની અશ્રદ્ધા કરતો વસ્ત્રપાત્રને છોડીને ઉપાશ્રયમાંથી નીકળ્યો. ॥ ૨૬૦૭ II ત્યાગ કર્યો છે વસ્રોનો જેણીએ એવી તે શિવભૂતિની બહેન પણ દિગંબર થઈ અને માર્ગ ઉપર પ્રયાણ કર્યું. ત્યાં ગણિકાએ તેને વસ્ત્ર પહેરાવ્યું તેણીએ ફરીથી તે વસ્ત્રનો ત્યાગ કર્યો. ॥ ૨૬૦૮ || ती पुणो वि बद्धोरसेगवत्था, पुणो वि छडिती । अच्छउ ते तेणं चिय, समण्णुण्णाया धरेसी य ॥ २६०८ ॥ कोडिन्न - कोट्टवीरे, पव्वानेसी य दोणिण सो सीसे । तत्तो परंपराफासओऽवसेसा समुप्पन्ना ॥ २६०९ ॥ ગાથાર્થ :- તે ગણિકા વડે ફરીથી તેની છાતી ભાગ ઉપર એક વસ્ર બંધાયું તેણીએ ફરીથી તે વસ્ત્ર ત્યજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે શિવભૂતિ મુનિવડે “તમારે વસ્ત્ર હો” એમ વસ્ત્ર રાખવાની આજ્ઞા પ્રાપ્ત થયે છતે તે બહેને વસ્રને ધારણ કરી રાખ્યું ૨૬૦૮ કૌડિન્ય અને કોટ્ટવીર્ય નામના બે પુરુષોએ તેમની પાસે દીક્ષા લીધી. અને તેઓના શિષ્ય બન્યા. ત્યારબાદ પરંપરાના સંબંધથી બાકીના બોટિકો ઉત્પન્ન થયા ।।૨૬૦ા વિવેચન :- આ ચારે ગાથાઓ (૨૬૦૬ થી ૨૬૦૯ સુધીની) બહુ જ સુગમ છે. ગુરુજીવડે સમજાવવા છતાં જ્યારે આ શિવભૂતિ ન જ સમજ્યા. ત્યારે વસ્રનો ત્યાગ કરીને ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા. તેની પાછળ પાછળ તેની બહેન પણ જે સાધ્વી થયેલાં હતાં તેઓ પણ વસ્ત્રનો ત્યાગ કરીને નીકળ્યાં ત્યાં ગણિકા વડે વસ્ત્ર પહેરાવાયાં. તે ગણિકા વડે છાતી ઉપર એક વસ્ત્ર ઢંકાયુ તે સ્ત્રીએ તે વસ્ત્ર દૂર કર્યું. ત્યારબાદ ગણિકા વડે ફરીથી મુકાયું ત્યારબાદ તે સ્ત્રી તે વસ્ત્રનો ત્યાગ કરતી હતી. ત્યારે શિવભૂતિ વડે કહેવાયું કે તમારા શરીર ઉપર તે વસ્ત્ર ભલે રહ્યું. આ પ્રમાણે પોતાના ભાઈ વડે આજ્ઞા કરાયે છતે તે બહેન વસ્ત્રને ધારણ કરવા વાળાં થયાં.

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278