Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 255
________________ ૨૩૨ દિગમ્બર અવસ્થા નિતવવાદ તૃષાદિ) પરિષદો જિત્યા નહીં કહેવાય. ૨૫૯૪ . આ પ્રમાણે જો તું અર્થ સમજીશ તો તીર્થકર ભગવંતો પણ જિતપરીષહવાળા તારી દષ્ટિએ નહી રહે આમ સર્વથા વિપરીતતા આવી પડશે. જે ભોજન આદિ વિધિમાં જે વિધિ કહેવાય છે. તે જ વિધિ વસ્ત્રમાં કેમ નથી ઇચ્છાતી ? || ૨૫૯૫ // વિવેચના :- “મુનિઓ અચેલક પરિષહને જિતનારા હોય છે.” આ વાત તો અમે પણ માનીએ છીએ. ફક્ત આ બાબતમાં અમે તને પૂછીએ છીએ કે હે શિવભૂતિ ! (૧) તારા વડે મનમાં આવું વિચારાય છે કે વસના ઉપભોગ માત્રથી જ મુનિઓ અચેલક પરિષહને ન જિતનારા બને છે તે કારણથી વસનો તારા વડે સર્વથા ત્યાગ કરાય છે ? કે (૨) અષણીયાદિ દોષ (ન કલ્પે તેવાં મોહક ભભકાદાર વસ્ત્રો ધારણ કરવાના દોષથી દુષ્ટ એવાં વસ્ત્રોના ઉપભોગથી) અચલક પરિષહને ન જિતનારા મુનિઓ કહેવાય છે ? ત્યાં જો પ્રથમ પક્ષ તું કહે તો જે દૂષણ આવે છે તે ગ્રંથકારશ્રી જણાવે છે - જે વસના ઉપભોગ માત્રથી જ તે સાધુ અચેલક પરીષહને ન જિતનારા છે. આમ જો તારા વડે કહેવાય તો તારા અભિપ્રાય પ્રમાણે તો ભોજન-પાણી આદિના ઉપભોગ માત્રથી જ અજિત દુર્ગચ્છા પરીષહવાળા પણ મુનિ થશે. ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે : દુર્ગચ્છા શબ્દ દેશીવાચી હોવાથી સુધા અર્થ કહેવાય છે. તથા આદિ શબ્દથી પિપાસા આદિનો પણ સ્વીકાર કરવો. તેથી કહ્યું તેવાં નિર્દોષ અને ગુણોથી યુક્ત એવાં વસ્ત્ર અને પાત્ર ધારણ કરવાથી જો મહાત્માઓ અચેલક પરીષહને જિતનારા ન કહેવાય તો એષણીયાદિ (કલ્પે તેવા) ગુણોથી યુક્ત ભોજન અને પાણી આદિના પણ પરિભોગ માત્રથી સુધા અને પિપાસા પરિષહ જિતનારા પણ આ જગતમાં તારી દષ્ટિએ કોઈ નહીં હોય ? પ્રશ્ન :- ભલે ને એમ હો. આહાર-પાણી કરનારા સર્વે પણ મુનિઓ સુધા-પિપાસા પરિષહને ન જિતનારા જ છે એમ હું માનીશ. તેમ માનવામાં મારું કંઈ જતું નથી ? ઉત્તર :- જો એમ જ તું માનીશ તો તારા અભિપ્રાય પ્રમાણે નિરૂપમ ધીરજ અને સંઘયણ બળવાળા અને સત્ત્વનો (પરાક્રમનો) જ એક ભંડાર એવા તીર્થકર ભગવંતો પણ જિતપરીષહવાળા નહી જ કહેવાય. આ રીતે સર્વપ્રકારો વડે તને આવા દોષો આવી પડશે. તીર્થકર ભગવંતો પણ આહાર-પાણી વાપરતા હોવાથી સુધા-પિપાસા આદિ પરિષહોના વિજેતા નહીં મનાય. હવે કદાચ તે શિવભૂતિ ! તું આવો બચાવ કરે કે ઉદ્દગમ આદિ (ગોચરીના ૪૨) દોષોથી રહિત એવા વિશુદ્ધ અને કહ્યું તેવા આહાર-પાણીને રાગ-દ્વેષ રહિત એવા

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278