Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 250
________________ ૨ ૨૭ અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ અનુસરતો જીવ જ કર્મરોગથી મુક્ત બને જ છે. પરંતુ તે જિનેશ્વર પ્રભુના આદેશને ન અનુસરતો હોય પરંતુ જિનેશ્વર પ્રભુ જેવો જ વેષ ધારણ કરતો હોય અને તેમના જેવું આચરણ કરતો હોય તેવો આત્મા કર્મથી વિમુક્ત બનતો નથી. ફક્ત પોતાનામાં જિનેશ્વર પ્રભુ જેવી યોગ્યતા ન હોવા છતાં પણ તેમના જેવો વેષ ધારણ કરવાથી અને તેમના જેવું આચરણ કરવા જવાથી તેમ કરતો તે જીવ ઉન્માદાદિ વિકારોનું જ ભાજન બને છે. તેમ આચરણ કરવાથી યથાર્થ આચરણ તો આવતું જ નથી પરંતુ તેવા આચરણની યોગ્યતા ન હોવાથી નુકશાન જ થાય છે. ૨૪૮૬-૨૪૮૭ || અવતરણ ઃ હે શિવભૂતિ ! જે તમે તીર્થંકર પરમાત્મા જેવો જ વેષ ધારણ કરનારા છો અને તેમના જેવું જ આચરણ કરનારા છો. તો શું તેઓની સાથે વેષ અને ચારિત્ર વડે સર્વથા તમારૂં સાધર્મ છે ? કે દેશથી સાધર્મ છે ? જો સર્વથા સાધર્મવાળો પ્રથમપક્ષ કહેતા હો તો તેઓ જે કરે તે બધું જ તમારે કરવું જોઈએ તે શું બધું કરવું જોઈએ? તે સમજાવે છે :न परोपदेशवसया, न य छउमत्था परोवएस पि । दिति न य सीसवग्गं, दिक्खंति जिणा जहा सव्वे ॥ २५८८ ॥ तह सेसेहि वि सव्वं कज्जं जड़ तेहिं सव्वसाहम्मं । एवं च कओ तित्थं, न चेदचेलोत्ति को गाहो ॥ २५८९ ॥ ગાથાર્થ - સર્વે પણ જિનેશ્વર ભગવંતો પરના ઉપદેશને પરવશ હોતા નથી. તથા છદ્મસ્થ અવસ્થા હોય ત્યારે પરોપદેશ કરતા નથી. તથા કોઇ પણ શિષ્યવર્ગને દીક્ષા આપતા નથી. | ૨૫૮૮ || હવે શેષ જીવોએ પણ સર્વ કાર્ય જો તેઓની સાથે સાધર્મપણે જ કરવાનાં હોય તો તીર્થ ક્યાંથી ચાલશે ? અને જો સર્વથા સાધર્મ નથી હોતું તો પછી અચેલકતાનો આટલો બધો આગ્રહ શા માટે ? || ૨૫૮૯ || વિવેચન :- ગુરુજી, શિવભૂતિ મુનિ (આદિ દિગંબર પરંપરા)ને સમજાવે છે કે જો તીર્થંકર પરમાત્માની સાથે લિંગ વડે અને આચરણ વડે સર્વથા સાધર્મ છે આમ જો કહેશો તો (૧) તે તીર્થકર ભગવંતો તો સ્વયંબુદ્ધ હોવાથી પરના ઉપદેશને પરવશ નથી. અર્થાતુ પરવડે ઉપદેશ પામીને દીક્ષા લેતા હોય તેમ બનતું નથી. બીજા વડે પોતે પ્રતિબોધ પામતા હોય તેમ બનતું નથી. (૨) તથા પોતાની છબસ્થ અવસ્થા હોય અર્થાતુ પોતે જ્યાં સુધી કેવળજ્ઞાન ન પ્રાપ્ત કર્યું હોય ત્યાં સુધી પ્રતિબોધ કરવા માટે અન્યને ઉપદેશ કરતા નથી. ઉપદેશ

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278