Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 244
________________ અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ ૨૨૧ 1 પાત્ર હોતે છતે ગૃહસ્થોના ઘરેથી પથ્ય એવાં ભોજન પાણી વિગેરે લાવીને ગ્લાન અને બાલ એવા મુનિઓનો અનુગ્રહ કરાય છે જે ત્યાં પાત્ર ન હોત તો આ અનુગ્રહ કરી શકાતી નહીં. કારણ કે સાધનભૂત જો પાત્રાદિ ન હોય તો કોઈ પણ એક મુનિ વડે બીજા મુનિને ભોજન - પાણી આદિની સામગ્રીનું આદાન-પ્રદાન કરી શકાય નહીં માટે સંયમી આત્માઓએ સંયમી જીવનમાં સંયમ અને જીવરક્ષા સાચવવા માટે પાત્ર રાખવાં આવશ્યક છે. તથા “સમય રેવ પu૨૩ = પરસ્પર સમતા રહે છે. પાત્ર હોતે છતે લબ્ધિવાળા કે લબ્ધિવિનાના મહાત્માઓને તથા શક્તિશાળી કે શક્તિહીન મહાત્માઓને, પોતાની સાથે રહેવા વાળા સાધુસંતોને તથા બહારગામથી વિહાર કરીને આવેલા મહેમાન તુલ્ય સાધુસંતોને આમ સર્વે પણ સાધુભગવંતોને આહાર-પાણીની બાબતમાં પરમ સમતા રહે છે તથા યોગ્ય અને ઉચિત માત્રાએ જ આહાર લેવાથી સ્વાસ્થ પણ સારું રહે તે આશયથી પણ પાત્ર રાખવાં આવશ્યક છે. પાત્ર હોતે છતે લબ્ધિવાળા મહાત્મા તે પાત્રમાં ભોજન પાણી લાવીને અન્ય સાધુને (લબ્ધિ વિનાના સાધુને) આપી શકે છે. આ પ્રમાણે સમર્થ સાધુ અસમર્થ સાધુને અને જ્યાં વસવાટ કરવા માટે નવા મુનિ મહાત્મા પધાર્યા હોય તેવા મહેમાનતુલ્ય સાધુને ત્યાં રહેલા સાધુ આહાર-પાણી આપી શકે તે માટે પાત્ર આવશ્યક છે. આ પ્રમાણે સર્વ સાધુઓને સંયમનો નિર્વાહ સુખે સુખે થાય તે માટે પાત્ર જરૂરી વસ્તુ છે જો પાત્ર ન હોય તો આ વ્યવહાર શક્ય નથી. આ પ્રમાણે પાત્રના ગ્રહણમાં જેમ ગુણો સમજાવ્યા છે. તેને અનુસાર માત્રકમાં પણ સમજી લેવું. માત્રક પણ મળમૂત્રના નિસર્ગ માટે તેટલું જ જરૂરી છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે : छक्कायरक्खणवा, पायग्गहणं जिणेहिं पन्नत्तं । जे अ गुणा संभोए, हवंति ते पायग्गहणे वि ॥ १ ॥ अतरंत-बाल-वुड्डा सेहा एसा गुरु असुहवग्गा । साहारणुग्गहा, अलद्धिकारणा पायगहणं तु ॥ २ ॥ आयरिए य गिलाणे, पाहुणए दुल्लहे सहसदाणे । संसत्त भत्तपाणे, मात्तगपरिभोगणुण्णा उ ॥ ३ ॥ ગાથાર્થ :- છ કાય જીવોની રક્ષા માટે પાત્ર રાખવાનું શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલું છે. આહાર ગ્રહણમાં જે ગુણો છે તે જ ગુણો પાત્ર ગ્રહણમાં પણ છે || ૧ ||

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278