________________
ષષ્ઠમ નિર્ભવ રોહગુપ્ત મુનિ
૧૪૩
ગાથાર્થ :- જીવનો એક ભાગ તે સંપૂર્ણ જીવ નથી. માટે નોજીવ કહેવાય પરંતુ નોજીવ નામની ત્રીજી રાશિ છે. આમ તો સમભિરૂઢ નય પણ ઇચ્છતો નથી. માનતો નથી જે કારણથી તે નય સમાનાધિકરણ સમાસ ઇચ્છે છે. II ૨૪૭૬ ॥
સંપૂર્ણ જીવ એ જીવ છે. અને તેનો એક પ્રદેશ તે આખો જીવ નથી. માટે નોજીવ છે આમ સમભિરૂઢ નય માને છે. પરંતુ ગિરોળીનું પૂંછડું એ નોજીવ છે. એમ આ નય તારી જેમ સ્વતંત્ર નોજીવની રાશિ માનતો નથી ॥ ૨૪૭૭ ॥
આ નય અપેક્ષાએ નોજીવને ઇચ્છતો હોવા છતાં તારી જેમ ત્રીજી રાશિને (રાશિભેદને) ઇચ્છતો નથી. (સ્વીકારતો નથી.) બીજા પણ નયો જીવ અને અજીવથી અધિક કંઈ પણ માનતા નથી ॥ ૨૪૭૮ ||
વિવેચન :- અહીં “નીને ય સે પહ્તે મે પક્ષે બોનીવે" આવા પ્રકારનો અનુયોગદ્વારમાં કહેલો જ સૂત્રનો આલાવો (પાઠ ) છે. ત્યાં સમભિરૂઢ નય પણ નોજીવ એમ ઇચ્છતો નથી. “આ ટુકડો નોજીવ છે એમ સમભિરૂઢ નય પણ સ્વીકારતો નથી. કોને નથી સ્વીકારતો ? તો કહે છે કે દેશભાગને, ક્યા દેશભાગને સમભિરૂઢ નય નોજીવ તરીકે નથી સ્વીકારતો ? તે નય તો કહે છે કે “જીવ દ્રવ્યથી ભિન્ન થયેલા દેશને “આ નોજીવ છે” આમ સમભિરૂઢ નય પણ સ્વીકારતો નથી. પરંતુ તે ટુકડો જીવથી અભિન્ન હોય તો તે અંશને સંપૂર્ણ જીવ નથી. એમ સમજીને તે ભાગને સંપૂર્ણ જીવ નથી માટે નોજીવ છે એમ કર્મધારય સમાસથી માને છે. આ વાત કેવી રીતે સમજાય? તો કહે છે કે જે કારણથી દેશ અને દેશી આ બન્ને ભાવો વચ્ચે કર્મધારય નામનો સમાનાધિકરણ સમાસ જ થાય છે એમ આ નય માને છે. પરંતુ નૈગમાદિ નયોની જેમ તત્પુરુષ સમાસ આ નય સ્વીકારતો નથી અને સમાનાધિકરણ સમાસ નીલોપલાદિ પદોની જેમ વિશેષણ વિશેષ્ય વાચી પદોનો જ હોય છે અને તે અભેદ જ ઇચ્છે છે જેમ નીલુ એવું કમલ આમ બોલીએ ત્યાં નીલાપણું જ્યાં છે ત્યાં જ કમલપણું છે અને જ્યાં કમલપણું છે ત્યાં જ નીલાપણું છે આમ અભેદ જ છે આ કારણથી સમભિરૂઢનય જીવથી અભિન્ન એવો એક ભાગ તે આખો જીવ નથી આમ સમજીને “નોજીવ” છે એમ કહે છે પરંતુ સ્વતંત્રપણે નોજીવ કહેતો નથી. તેથી ત્રણ રાશિની સિદ્ધિ કેમ થાય? અર્થાત્ ત્રણરાશિની કલ્પના કરવી જોઈએ નહીં. આવી ત્રણ રાશિની કલ્પના કરવી તે કલ્પના તે મિથ્યાત્વ જ છે.
હવેની ગાથામાં સમભિરૂઢ નયે માનેલો તે સમાનાધિકરણવાળો કર્મધા૨ય સમાસ સમજાવે છે ‘નીવશ્ચાસૌ પ્રવેશશ્ચ" જીવ સ્વરૂપ એવો જે આ પ્રદેશ (ટુકડો) તે જીવપ્રદેશ તે જ નોજીવ છે અર્થાત્ જીવથી અભિન્ન એવો જે પ્રદેશ તે નોજીવ. આ પ્રમાણે સમ ભિરૂઢનય ઇચ્છે છે માને છે.