________________
૧૬૬
અબદ્ધ કર્મવાદ
નિઠવવાદ હું તૈલના ઘટ જેવો બન્યો છું. મારામાં રહેલા સર્વ સૂત્ર અને સર્વ અર્થ તે ફલ્ગુરક્ષિતવડે ગ્રહણ કરાયા નથી. તથા ગોઠામાહિલ પ્રત્યે હું ધીના ઘટ તુલ્ય છું. ઘણા ઘણા સૂત્રાર્થ હ મારી પાસે જ છે તેણે ગ્રહણ કર્યા નથી. આ કારણથી મારી પાસે રહેલા સમસ્ત સૂત્ર અને અર્થને ધારણ કરનાર હોવાથી દુર્બલિકાપુષ્પમિત્ર જ તમારા બધાંના સૂરિ હો.
ત્યારબાદ અમે પણ એમ જ ઇચ્છિએ છીએ એમ કહીને તે સર્વ વડે આ વચન સ્વીકારાયું આચાર્ય મહારાજશ્રી વડે દુર્બલિકા પુષ્પમિત્રને પણ કહેવાયું કે “મેં જેવું વર્તન ફલ્લુરક્ષિત પ્રત્યે અને ગોઠામાહિલ પ્રત્યે રાખ્યું છે તેવું જ તમારે પણ વર્તવું. આમ હિતશિક્ષા આપી."
તથા ગચ્છને (પોતાના સમસ્ત સમુદાયને) પણ કહ્યું કે તમારા વડે મારી સાથે જેવું વર્તન કરાયું છે તેવું જ વર્તન આ મહાત્મા સાથે પણ કરવું. તમે મારૂં કામ કર્યું હોય કે તમે મારૂં કામ ન કર્યું હોય તો પણ હું રોષાયમાન થતો ન હતો બધું જ ચલાવી લેતો હતો. પરંતુ આ નવા મહાત્મા કદાચ ન પણ સહી શકે. તેથી તમારે વધારે સારા વિનયપૂર્વક વર્તવું. ઇત્યાદિ બન્ને પક્ષે હિતશિખામણ આપીને ભક્ત પરિક્ષા અણસણ કરીને સૂરિમહારાજ દેવલોકમાં પધાર્યા.
ગોષ્ઠામાહિલે આ વાત સાંભળી કે “ગુરુજી પરલોક સિધાવ્યા.” તેથી મથુરાથી આવેલા એવા તેના વડે પુછાયું કે સૂરિ મહારાજા વડે પોતાના પદે ગણધર તરીકે કોને નિમાયા ? તેથી વાલ-તેલ અને ઘી વિગેરેની પ્રરૂપણાની હકિકત લોક પાસેથી સાંભળી. તે સાંભળીને અતિશય દુ:ખી થયેલા આ ગોખામાહિલ ભિન્ન ઉપાશ્રયમાં સ્થિર થઈને દુર્બલિકાપુષ્પમિત્રના ઉપાશ્રયમાં તેમની ચર્ચા જાણવા માટે આવ્યા.
તે સર્વ મુનિઓ વડે તેમનો વિનય કરાયો. અને કહેવાયું કે તમે આ જ ઉપાશ્રયમાં રહો. શા માટે જુદા ઉતર્યા છો ? પણ આ વાત ગોષ્ઠામાહિલ જરા પણ ઇચ્છતા નથી.
ભિન્ન ઉપાશ્રયમાં રહેલા એવા ગોઠામાહિલ દુર્બલિકા પુષ્પમિત્રના અપવાદ (દોષો) જોવા માત્રવડે જ સાધુઓને ચડાવે છે. પરંતુ તે સાધુઓને ચડાવવામાં સફળતાને પામી ચડાવી શકતા નથી. પોતાને મનમાં અભિમાન હોવાથી દુર્બલિકા પુષ્પમિત્ર પાસે કંઈ પણ વાત સાંભળતા નથી. પરંતુ વ્યાખ્યાનની મંડલીમાં ગયેલા અને ગુરુજીએ કહેલી વાતનું તત્ત્વચિંતન કરતા એવા વિસ્થ્ય મુનિ પાસેથી બધુ જ સાંભળે છે.
એક વખત આઠમા અને નવમા પૂર્વમાં કર્મપ્રવાદ અને પ્રત્યખ્યાન પ્રવાદ નામના બે પૂર્વમાં આગ્રહવિશેષના કારણે વિવાદ થયો અને હવે જણાવાતી નીતિપ્રમાણે તે ગોઠામાહિલ નિર્ભવ થયા.