________________
સપ્તમ નિહ્નવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૯૭
ત્યારબાદ શ્રીસંઘવડે પણ તેમ જ કરાયું. તે દેવ મહાવિદેહમાં ગયો ભગવન્તને પુછીને પાછો આવ્યો અને શ્રીસંઘને તથા દુર્બલિકાપુષ્પ મિત્રને અને ગોઠામાહિલને કહે છે. ॥ ૨૫૪૬-૨૫૪૭ ||
संघो सम्मावाई, गुरूपुरोगोत्ति जिणवरो भाइ । इयरो मिच्छावाई, सत्तमओ निह्नवोऽयं ति ॥ २५४८ ॥
एईसं सामत्थं, कत्तो गंजुं जिणिदमूलम्मि ।
बेइ कडपूयणाए, संघेण तओ कओ बज्झो ॥ २५४९ ॥
ગાથાર્થ :- ગુરુજી છે આગળ જેમાં એવો શ્રી સંઘ સમ્યગ્વાદી છે. બીજો મિથ્યાવાદી છે અને તે સાતમો નિર્ભવ છે. આમ જિનેશ્વર પ્રભુ કહે છે | ૨૫૪૮ ॥
ત્યારે ગોઠામાહિલ કહે છે કે આ દેવની જિનેશ્વર પરમાત્મા પાસે જવાની અને ત્યાં જઇને પાછા આવવાની શક્તિ જ ક્યાં છે ? આ દેવ તો કઠપૂતળી સમાન છે. આમ જ્યારે ગોહામાહિલ નથી સમજતા. ત્યારે સંઘ વડે તેઓને સંઘની બહાર કરાયા. || ૨૫૪૯ ||
વિવેચન :- મહાવિદેહ ક્ષેત્રમાં બીરાજમાન શ્રીતીર્થંકર પરમાત્મા આ પ્રમાણે કહે છે કે “દુર્બલિકા પુષ્પમિત્ર પૂર્વકનો શ્રીસંઘ જે કહે છે તે સમ્યગ્યાદી (સાચું કહેનાર) છે અને ગોઠામાહિલ મિથ્યાવાદી છે આ ગોષ્ઠામાહિલ સાતમા નિર્ભવ છે.” તે આ સાંભળીને ગોષ્ઠમાહિલ કહે છે કે ખરેખર આ દેવ અલ્પઋદ્ધિવાળો જ છે. કઠપુતળી તુલ્ય છે. આ દેવની તીર્થંકર પરમાત્મા પાસે મહાવિદેહ ક્ષેત્રમાં જવાની અને પાછા આવવાની શક્તિ ક્યાંથી હોય ?
આ પ્રમાણે શ્રીસંઘવડે સમજાવવા છતાં પણ આ ગોષ્ઠામાહિલ જ્યારે કંઈ નથી જ સ્વીકારતા ત્યારે સંઘવડે તેને બોલાવીને સંઘ બહાર કરાયા. પોતાના કરેલા અપરાધની ક્ષમા માગ્યા વિના જ તે ગોઠામાહિલ કાલધર્મ પામ્યા || ૨૫૪૮-૨૫૪૯ ॥
॥ इति गोष्ठामाहिलनामा सप्तमो निह्नवः समाप्तः ॥ આ પ્રમાણે ગોઠામાહિલ નામના આ સાતમા નિર્ભવ સમાપ્ત થયા.
સપ્તમ નિતવવાદ સમાપ્ત