________________
અષ્ટમ નિતવ શિવભૂતિ મુનિ
૨૧૩ વર્તે છે જયાં તે મૃષાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે. (૩) સ્નેય એટલે ચોરી કરવી તેના જ સતત વિચારો વર્તે છે જ્યાં તે તેયાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે. તથા (૪) સંરક્ષણના વિચારો એટલે કે ચોર આદિથી (ચોરથી, રાજાથી, ભાગીદારોથી, અને કુટુંબીઓ આદિથી) પોતાના ધનના સંરક્ષણની સતત ચિંતા-વિચારણા કરવી તે સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે.
આ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન એ રૌદ્રધ્યાનનો ચોથો ભેદ છે. વસ્ત્ર અને પાત્રાદિ પૌલિક સામગ્રી જો રાખે તો આ સંરક્ષણાનુબંધી નામનું રૌદ્રધ્યાન થવાનાં કારણો હોવાથી અવશ્ય રૌદ્રધ્યાન થાય જ છે. તે માટે વસ્ત્ર-પાત્ર રાખવાં તે રૌદ્રધ્યાનનું કારણ બને છતે દુર્ગતિનું કારણ બને જ છે તે માટે સાધુ થનાર જીવે જેમ શસ્ત્રાદિ રખાતાં નથી. તેમ વસ્ત્ર-પાત્રાદિ પણ રાખવાં જોઈએ નહીં આવી દલીલ હે શિવભૂતિ ! તું કદાચ કરે.
તો મૂર્ખ ! ઉપર કહેલી યુક્તિ પ્રમાણે તો દેહાદિમાં પણ રૌદ્રધ્યાન થવાની આપત્તિ સમાન જ આવશે. કારણ કે જેમ વસ્ત્રો ચોરાઈ જાય. આગથી બળી જય લુંટાઈ જાય એવા ભયથી જો ન રખાતાં હોય અને નગ્નતા સ્વીકારાતી હોય તો શરીરાદિમાં પણ પાણીનો, અગ્નિનો, શારીરિક મેલનો, શ્વાપદોનો, સર્પનો, વિષનો, અને કાંટા આદિ લાગવાનો ભય તો રહે જ છે. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન તો ત્યાં પણ રહ્યું જ છે. આ કારણથી વસ્ત્ર-પાત્રની જેમ શરીરાદિનો (શરીર જ્ઞાન-દર્શન અને ચારિત્રનાં સાધનોનો) પણ દીક્ષા લેતાંની સાથે જ ત્યાગ કરવો જોઇએ. આવી આપત્તિ તમને આવશે.
પ્રશ્ન :- અહીં કદાચ હે શિવભૂતિ ! તું આવો બચાવ કરે કે દેહાદિ (શરીર-જ્ઞાનદર્શનચારિત્રાદિ) તો મોક્ષની સાધનાનું અંગ છે (કારણ છે) તે માટે જયણા પૂર્વક તેનું સંરક્ષણ કરવું તે તો પ્રશંસનીય છે. પણ દોષ માટે થતું નથી. રૌદ્રધ્યાન કહેવાતું નથી.
ઉત્તર :- તો, જો આમ છે તો તે જ રીતે જૈન આગમશાસ્ત્રોમાં કહેલી નીતિ-રીતિ મુજબ જયણા સાચવવા પૂર્વક વસ્ત્ર-પાત્રાદિ રાખવામાં પણ સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન કેમ કહેવાય ? અર્થાત તેને પણ પ્રશસ્ત ધ્યાન કેમ ન કહેવાય ? આ કારણથી જેમ શરીર અને જ્ઞાનાદિ ગુણો ત્યાય નથી. તેની જેમ જ વસ-પાત્રાદિ પણ ત્યાજય કેમ બને? અર્થાત્ ત્યાજય બનતાં નથી જ.
પ્રશ્ન :- હવે કદાચ હે શિવભૂતિ ! તું આવો બચાવ કરે કે વસ્ત્ર પાત્ર રાખવાં તે પરિગ્રહ છે મૂછદિ (મૂછ અને કષાયાદિ)નું કારણ છે. અને મૂછદિ દોષો થવાના