________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૦૭ વિવેચન :- ગુરુજી કહે છે કે હે શિવભૂતિ ! જો તું હવે આમ કહે કે શરીર આદિ (આદિ શબ્દથી ઇન્દ્રિયો વિગેરે પદાર્થો) કષાયના હેતુ હોવા છતાં પણ ગાંઠરૂપ ન કહેવાય એટલે કે પરિગ્રહ રૂપે ન કહેવાય ! કારણ કે મોક્ષનાં સાધન છે આવા પ્રકારની બુદ્ધિથી તે ગ્રહણ કરાય છે માટે,
આમ જો તું કહે તો વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો પણ શુદ્ધ (એટલે કે સાધુને કલ્પે તેવાં) જ અર્થાત્ એષણીય હોય તે જ મોક્ષનાં સાધન છે આવી બુદ્ધિ રાખવા પૂર્વક ગ્રહણ કરાય તો તે વસ્ત્ર-પાત્રાદિને ગાંઠ કેમ કહેવાય ? અર્થાત્ કેમ કરીને પણ તેને ગાંઠ ન જ કહેવાય. ન્યાય તો સર્વ સ્થાને સમાનજ પ્રવર્તે માટે વસ-પાત્રાદિ રાખવાં તે કષાય હેતુ હોવાથી પરિગ્રહરૂપ છે. આમ કહેવું તે જરાપણ ઉચિત નથી. યુક્તિસિદ્ધ નથી. ૨૫૬II
मुच्छाहेऊ गंथो जइ तो देहाइओ कहमगंथो ? । मुच्छावओ, कई वा गंथो, वत्थादसंगस्स ॥ २५६२ ॥ अह देहाहाराइसु न मोक्खसाहणमईए ते मुच्छा । का मोक्खसाहणेसुं मुच्छा वत्थाइएसुं तो ? ॥ २५६३ ॥ अह कुणसि थुल्लवत्थाइएसुं मुच्छं धुवं सरीरे वि । अक्केज्जदुल्लभयरे काहिसि मुच्छं विसेसेणं ॥ २५६४ ॥
ગાથાર્થ:- જો વસ્ત્ર-પાત્રાદિ મૂછનો હેતુ છે માટે ગ્રંથિ રૂપ છે. (રાગ દ્વેષની ગાંઠ રૂપ છે.) હે શિવભૂતિ ! આમ જો તું કહીશ તો મૂછવાળા એવા તને શરીરાદિ અગ્રંથ રૂપ કેમ કહેવાશે ? અથવા અનાસક્ત આત્માને શરીર તથા વસ્ત્રાદિ ગ્રંથિરૂપ કેમ કહેવાય. || ૨૫૬૨ //
હવે જો તું એમ કહે કે શરીરાદિ સાચવવામાં અને આહારાદિ ગ્રહણ કરવામાં તે શરીરાદિ તથા આહારાદિ મોક્ષનાં સાધન છે આવી બુદ્ધિ હોવાથી મૂછ નથી. તો મોક્ષના જ સાધનભૂત એવા વસ્ત્ર અને પાત્ર આદિ પદાર્થો પ્રત્યે મૂછ કેમ હોય ? અર્થાત્ ન જ હોય. ૨૫૫૬૩
હે શિવભૂતિ ! જો તું સ્થૂલ એવા વસ્ત્ર-પાત્રાદિને વિષે મૂછ છે એમ કહે છે. તો જે બજારમાંથી ખરીદી ન શકાય તેવા અને અતિશય દુર્લભતર એવા શરીરને વિષે તો તું વિશેષે મૂછ કરીશ. (એટલે દેહાદિને પણ પરિગ્રહ જ માનવો પડશે.) ૨૫૬૪
વિવેચન - આ સર્વે ગાથાઓ જો કે સુગમ છે. તો પણ કંઇક સમજાવાય છે. જે વસ્ત્ર-પાત્રાદિ રાખવાં તે મૂછ હેતુ છે. માટે પરિગ્રહ કહેવાતો હોય અને પરિગ્રહ