________________
દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ
૨૦૮
હોવાથી ત્યજવાલાયક ગણાતો હોય તો મૂર્છાવાળા જીવને તો હવે કહેવાતી યુક્તિઓ વડે દેહ અને આહારાદિ તો વિશેષે કરીને મૂર્છાનો હેતુ હોવાથી અગ્રન્થિ (અપરિગ્રહ) છે આમ કેમ કહેવાય ? પરંતુ વિશેષ મૂર્છા હેતુ હોવાથી ગ્રન્થ જ (પરિગ્રહ જ) કહેવાશે. તેથી વસ્ર-પાત્રાદિ કરતાં સૌથી પ્રથમ દેહ અને આહારાદિનો પણ ત્યાગ કરવો જોઈએ.
અથવા મમત્વ અને મૂર્છાથી રહિત હોવાના કારણે આસક્તિ વિનાના સાધુને વસ્ત્રપાત્રાદિ રાખવામાં તારા વડે ગ્રન્થિ (રાદ્વેષની ગાંઠ) કેમ કહેવાય છે ? આ વસ્રપાત્રાદિ રાખવાં તેને ગ્રન્થિ છે આમ કેમ મનાય છે ? તેવા પ્રકારના સાધુને તે વસ્ત્રપાત્રાદિ ગાંઠરૂપ બનતા પણ નથી. અને કહેવાતા પણ નથી. પરંતુ સંયમમાં સહાયક માનવા જોઈએ.
હવે કદાચ તું એમ કહે કે દેહ અને આહારાદિ લેવામાં તને મૂર્છા નથી. એમ દેખાતુ હોય. કારણ કે તે આહારાદિ અને દેહાદિ મોક્ષના સાધન તરીકે જ ગ્રહણ કરાય છે બીજી કોઈ મોહક બુદ્ધિથી દેહાદિ અને આહારાદિ ગ્રહણ કરાતાં નથી આમ જો તું કહે છે. અને માને જ છે. તો વસ્ર-પાત્રાદિ પણ મોક્ષના સાધન તરીકે જ સાધુમહાત્માઓ રાખે છે. આમ મોક્ષની સાધનતાપણું સમાન હોવા છતાં પણ વસ-પાત્રાદિમાં તને ક્યાં મૂર્છા દેખાય છે ? અર્થાત્ મૂર્છા છે જ નહીં. માત્ર શરીરના સાધન તરીકે જ તેનો ઉપયોગ કરાય છે. માટે અપરિગ્રહતા જ કહેવાય.
હવે જો તને વસ્ર-પાત્રાદિમાં નીચેનાં ૬ કારણોસર મૂર્છા જ દેખાતી હોય. (૧) સ્થૂલ દ્રવ્ય છે અને આત્માથી ભિન્ન પદાર્થ છે એકાકારતા નથી. (૨) ક્ષણમાત્રમાં જ અગ્નિ દ્વારા નાશ કરી શકાય તેવાં વસ્ર-પાત્રાદિ છે. (૩) ચોરાદિ વડે ચોરીને લઈ જઇ શકાય તેવાં છે. (૪) ફરીથી ગૃહસ્થો પાસેથી મેળવવાં સુલભ છે. શરીર એટલું સુલભ નથી. (૫) કેટલાક દિવસો પછી વાપરતાં વાપરતાં જ ફુટી-તુટી જઇને નાશ જ પામનારાં છે. (૬) શરીર કરતાં અત્યન્ત અસાર છે. (બીકિંમતી છે) આમ આવા પ્રકારના છ કારણોસર બહુ મહત્ત્વનાં નથી. છતાં જો તને તેના ઉપર મૂર્છા થાય છે આમ જ દેખાય છે અને આ કારણે જ તું નગ્નતાને આગળ કરે છે તો શરીર ઉપર તો વિશેષે જ મૂર્છા થશે.
ક્યા કારણે શરીર ઉપર વિશેષ મૂર્છા થશે ? તો તેનો ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે અનુમત્તે । અક્રય હોવાથી (ખરીદી શકાય તેવું ન હોવાથી) અને દુર્લભતર હોવાથી શરીર ઉપર તો વિશેષ મૂર્છા થશે જ. કારણ કે આ શરીર ધન દ્વારા ક્યાંયથી પ્ય નથી. (ખરીદી શકાતું નથી. ક્રય વડે લભ્ય નથી. (પૈસા આપવાથી