________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૧૯૯
રથવીરપુર નામનું નગર હતું. તે ગામની બહાર દીપક નામનું ઉઘાન હતું. ત્યાં તે ઉદ્યાનમાં આર્યકૃષ્ણ નામના આચાર્ય મહારાજ પધાર્યા. તે જ નગરમાં હજાર મલ્લ તુલ્ય શિવભૂતિ નામનો એક રાજસેવક હતો. રાજાની કૃપાથી તે શિવભૂતિ મોજ શોખ અને ઘણા વિલાસોને કરતો છતો નગરની મધ્યમાં ભટકે છે. રાત્રિના બે પ્રહર ગયે છતે (અડધી રાત પસાર થયા પછી) ઘરે જાય છે. તેથી આ શિવભૂતિની પત્ની શિવભૂતિની માતાને કહે છે કે તમારા પુત્રથી તો હું કંટાળી ગઈ છું. આ તમારા પુત્ર રાત્રિની વેલાએ ક્યારેય પણ સમયસર ઘરે આવતા નથી. તેથી ઉજાગરા વડે અને ભૂખવડે દ૨૨ોજ હું પીડાતી રહું છું.
તે સાંભળીને તે સાસુ વડે કહેવાયું કે હે પુત્રી ? જો આમ છે તો આજે તું સુઈ જા. હું જ સ્વયં જાગીશ. તેથી તે વધુ વડે તેમ જ કરાયું. અને ઇતર એવી સાસુ જાગતી હતી ત્યારે બે પ્રહર રાત્રિ પસાર થયે છતે આવીને વસુભૂતિ વડે કહેવાયું કે “બારણું ઉઘાડો.’
તે અવાજ સાંભળીને કોપાયમાન થયેલી માતા વડે કહેવાયું કે હે દુષ્ટ કામ કરનારા પુત્ર ? આટલી મોડી વેળા થયે છતે જ્યાં બારણાં ઉઘાડાં હોય ત્યાં તું જા. આ પ્રમાણે તારી પાછળ લાગેલી કોઈ વ્યક્તિ મરશે નહીં.
આવાં વચન સાંભળીને ક્રોધ અને અહંકાર વડે ધમધમેલો (પ્રેરાયેલો) એવો આ શિવભૂતિ ત્યાંથી નીકળ્યો. ફરતાં ફરતાં ઉઘાડાં છે બારણાં જેનાં એવો સાધુનો ઉપાશ્રય જોયો. ત્યાં તે ઉપાશ્રયમાં સાધુઓ કાલગ્રહણ કરતા હતા. તે શિવભૂતિએ ત્યાં જઇને તેમને વંદન કરીને તેમની પાસે વ્રતની (દીક્ષાની) માગણી કરી.
આ શિવભૂતિ રાજાનો પ્રીતિપાત્ર માણસ છે તેથી, તથા દીક્ષા માટે તેની માતા આદિ પરિવાર વડે સમ્મતિ અપાયેલી નથી માટે આપણે તેને દીક્ષા આપવી તે ઉચિત નથી. એમ સમજીને દીક્ષા ન આપી.
ત્યારબાદ મોઢાના ગળફા થુંકવાની કુંડીમાંથી રાખ લઇને તેણે પોતે સ્વયં માથાના વાળનો લોચ કર્યો. સાધુઓ દ્વારા અવસર જોઇને લિંગ (સાધુવેશ) અપાયો. સર્વે પણ મુનિઓએ બીજા ગામમાં વિહાર કર્યો કાળાન્તરે ફરીથી તે જ ગામમાં આવ્યા.
ત્યાં રાજા વડે શિવભૂતિને બહુમૂલ્યવાળું કંબલરત્ન વહોરાવાયું. ત્યારબાદ આચાર્ય મહારાજ વડે શિવભૂતિને કહેવાયું કે હે શિવભૂતિ ! તને અને બીજા સાધુઓને વિહારના માર્ગ આદિ સ્થાનોમાં અનર્થના કારણભૂત એવા આ કંબલરત્નને ગ્રહણ કરવા વડે શું ફાયદો છે ? ત્યજી દે. અથવા વાપરી નાખ, પણ તેનો સંગ્રહ કરવો સારો નહીં.