Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 227
________________ ૨૦૪ દિગમ્બર અવસ્થા નિતવવાદ આ પ્રમાણે જિત્યો છે અચેલક પરિષહ જેણે એવો સાધુ ત્રણ કારણોસર જ વસ્ત્ર ધારણ કરે છે. પરંતુ એકાન્ત સદા વસ્ત્ર પહેરવું જ જોઈએ આવો નિયમ નથી. તે કારણથી અચેલકતા જ શ્રેયસ્કર છે. || ૨૫૫૭ II વિવેચન - આમ તો આ બધી ગાથાઓ સુગમ છે. તેનો અર્થ લગભગ ૨૫૫૧૨૫૫રના વિવેચનમાં કહેવાઈ જ ગયો છે. તો પણ સામાન્યથી અર્થ આ પ્રમાણે છે ગુરુજી આદિ વડીલોને પૂછ્યા વિના જ તે શિવભૂતિએ કંબલનો (વસ્ત્રનો) ત્યાગ કરીને નગ્ન બનીને ગુરુની સામે દલીલો ચાલુ કરી મિથ્યાત્વમોહના ઉદયના કારણે અનંતાનુબંધી કષાયને પરવશ થયેલા તે શિવભૂતિ ગુરુજીને કહે છે કે પરિગ્રહ (વસ્ત્રાદિ) રાખવાથી કષાય થાય. તથા વસ્ત્રાદિની મમતા થાય. તથા કોઈ વસ્ત્રાદિ લઈ જશે એમ સમજીને ભયાદિ પણ થાય. માટે વસ્ત્ર ન જ રાખવું જોઈએ. વસનો મુનિપણામાં ત્યાગ ન કરવો જોઈએ. કારણ કે પરિગ્રહ (વસ્ત્રાદિ) રાખવાથી ઘણા ઘણા દોષો આવે છે. માટે વસ્ત્ર ત્યજી દેવું જોઈએ અને નગ્નતા જ વધારે ઉપકાર કરનારી છે. તે જ સ્વીકારવી જોઈએ. તથા વળી ખુદ તીર્થકર ભગવંતો જેઓ સંયમમાર્ગનું પ્રતિપાદન કરનારા છે તેઓ અલક જ હોય છે. માટે અચેલક થવું અને જિનકલ્પ આદરવો એ જ કલ્યાણકારી માર્ગ ( 9 આગમશાસ્ત્રોમાં પણ “નતાનપરિષદો નિઃ” આ પ્રમાણે આગમશાસ્ત્રોમાં કહેલું છે. જિતાચલપરિષહત્વ તો જ આવે જો આ જીવ ત્યક્ત વસ્ત્રવાળો બને તો જ. તે માટે જૈન શાસ્ત્રોમાં વસ્ત્ર ત્યજીને નગ્ન જ બનવાનું કહ્યું છે. માત્ર ત્રણ કારણોસર વસ્ત્ર ધારણ કરવાનું જણાવ્યું છે પરંતુ એકાન્ત સદા વસ્ત્ર પહેરવું જ જોઈએ આમ કહ્યું નથી. તે આગમ પાઠ આ પ્રમાણે છે. “તિર્દિ હાર્દિ વલ્થ ઇન્નિા, રિવત્તિયં, હુાંછત્તાં પરીવત્તિ' ત્યાં ફ્રી એટલે લજા અથવા સંયમ, તે છે નિમિત્ત જે ધારણ કરવામાં તે હરિવત્તિયં કહેવાય છે. (૧) દુર્ગછા એટલે જાગુપ્તા-લોકનિન્દા, તે છે નિમિત્ત જેમાં તે દુર્ગછાવત્તિયં કહેવાય છે. ૨. તથા પરીષહ સહન કરવા શીત-ઉષ્ણ-દંશમશક વિગેરે પરીષહો સહન કરવાનું નિમિત્ત છે જેમાં તે પરીષહવત્તિયં ૩ કહેવાય છે. આ પ્રમાણે ઉપર કહેલાં ત્રણ કારણસર જ વસ્ત્રો ધારણ કરાય છે. પરંતુ આવા કારણ વિના સદાને માટે વસ્ત્ર ધારણ કરવું તે ઉચિત માર્ગ નથી. તેથી અચલકતા જ કલ્યાણ કરનારી છે. આમ શિવભૂતિ મુનિએ ગુરુજીની સામે કહ્યું. || ૨૫૫૫-૨૫૬-૨૫૫૭ ||

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278