________________
૧૭૮
અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ ભાગમાં પણ વેદના ઉત્પન્ન કરે. પરંતુ શરીરની મધ્યમાં કે અતિશય અંદરના ભાગમાં કર્મ નથી. માત્ર ઉપર વર્તતું કર્મ જ ઉપર અંદર અને મધ્યમાં સર્વત્ર વેદના કરે છે. આવું કદાચ શિષ્ય કહે. તો તે શિષ્યની વાત ઉચિત નથી. કારણ કે જો આવો સ્વીકાર કરવામાં આવે તો એટલે કે બહાર બહારના ભિન્ન દેશમાં રહેલું એવું કર્મ અન્યત્ર એટલે કે જ્યાં કર્મ નથી ત્યાં મધ્યભાગમાં તથા અતિશય અંદરના ભાગમાં પણ શૂલાદિની પીડા ઉત્પન્ન કરે છે આમ જો માનવામાં આવે તો અન્ય વ્યક્તિના શરીરમાં રહેલું કર્મ અન્ય એવા યજ્ઞદત્તાદિને પણ વેદના ન જ કરે આવું કેમ મનાય ? અર્થાત્ જેમ શરીરની ઉપર ઉપર રહેલું કર્મ જ્યાં કર્મ નથી તેવા અંદરના આત્મપ્રદેશોને પણ જો શૂલાદિની પીડા કરે છે. આમ માનીએ તો દેવદત્તમાં રહેલું કર્મ યજ્ઞદત્તના શરીરમાં પણ વેદના ઉત્પન્ન કરે છે આવો જ અર્થ થાય. કારણ કે દેશાન્તરપણું તો બન્નેમાં સમાન જ છે.
જેવું દેવદત્તના શરીરમાં રહેલું કર્મ, કર્મથી અવ્યાપ્ત એવા અંદરના આત્મપ્રદેશમાં શૂલાદિની પીડા કરે છે. તેવી જ પીડા દેવદત્તમાં રહેલું કર્મ યજ્ઞદત્તના શરીરમાં ક૨શે જ. ન્યાય તો બન્ને સ્થાને સમાન જ છે દેશાન્તરપણું તો બન્નેમાં સમાન જ છે. માટે તમારી આ વાત યોગ્ય લાગતી નથી. અર્થાત્ યુક્તિયુક્ત નથી. ॥ ૨૫૨૫-૨૫૨૬
૨૬૨૭ ॥
અવતરણ :- આ વિષયમાં પરના અભિપ્રાયની શંકા કરીને તેનો પરિહાર કરતાં કહે છે કેઃअह तं संचरइ मई, न बर्हि तो कंचुगोव्व निच्चत्थं । जं च जुगवं पि वियणा, सव्वम्मि वि दीसई देहे ॥ २५२८ ॥
ગાથાર્થ :- હવે કદાચ તમે એમ કહો કે કર્મનું સંચરણ (ગમન) થાય છે. બહારના ભાગમાં રહેલું કર્મ મધ્યમાં અને અંદરમાં ગમન કરે છે. આમ જો કહેશો તો કંચુકની જેમ બહાર જ નિત્ય રહે છે આ વાત ઘટશે નહીં તથા વળી વેદના તો અંદર અને બહાર સર્વપ્રદેશોમાં શરીરની અંદર એકીસાથે દેખાય છે માટે પ્રથમ કર્મ બહાર હતું અને પછી અંદર ગયું આ વાત પણ સંગત થતી નથી. ॥ ૨૫૨૮ ॥
વિવેચન :- હવે કદાચ તમે આવા પ્રકારનો બચાવ કરો કે દેવદત્તના શરીરના ઉપરિભાગમાં રહેનારૂં દેવદત્ત સંબંધી કર્મ દેવદત્તના જ શરીરની અંદર અને દેવદત્તના જ શરીરના મધ્યમાં ગમન કરે છે. પરંતુ યજ્ઞદત્તના કે અન્યના શીરાન્તરમાં પ્રવેશ કરતું નથી. આવો જો બચાવ કરો તો એટલે કે કર્મના આધારભૂત જે શરીર છે તેમાં જ કર્મ ફરે છે પરંતુ શરીરાન્તરમાં એટલે કે અન્યના શરીરમાં ગમન કરતું નથી આવો પ્રશ્ન કદાચ કરો તો.