________________
૧૭૬ અબદ્ધ કર્મવાદ
નિદ્વવવાદ देहंतो जा वियणा, कम्माभावम्मि किं निमित्ता सा ? निकारणा वा जइ, तो सिद्धो वि न वेयणारहिओ ॥ २५२५ ॥ जइ बज्झनिमित्ता सा, तदभावे सा न हुज्ज तो अंतो । दिट्ठा य सा सुबहुसो, बाहिं निव्वेयणस्सावि ॥ २५२६ ॥ जइ वा विभिन्नदेसं पि, वेयणं फुणइ कम्ममेवं तो । कहमण्णसरीरगयं, न वेयणं कुणइ अण्णस्स ? ॥ २५२७ ॥
ગાથાર્થ - જો કાંચળીની જેમ કર્મ બહાર બહાર જ હોય તો દેહની અંદરના આત્મપ્રદેશોમાં જે વેદના થાય છે. તે વેદના કર્મના અભાવમાં કોના નિમિત્તે તે થાય છે ? જો નિષ્કારણ જ તે વેદના થતી હોય તો સિદ્ધના જીવોને પણ તે વેદના થશે. તેથી સિદ્ધના જીવો પણ વેદનારહિત છે. આમ નહીં જ કહી શકાય. | ૨૫૨૫ /
જો બાહ્યવેદનાનું જે નિમિત્ત છે. તેનાથી જ અંતર્વેદના પણ થાય છે. આમ જ કહેશો તો જયાં તે બાલાવેદના ન હોય તેવા જીવને તે અંતર્વેદના પણ ન જ હોવી જોઈએ. પરંતુ બહારની વેદના જેને નથી તેવા જીવોને પણ તે અંતર્વેદના ઘણી જ થતી હોય છે. આમ પ્રત્યક્ષ દેખાય છે. II ૨૫૨૬ II
અથવા હવે જો એમ કહો કે ભિન્ન દેશમાં રહેલું એવું પણ કર્મ ભિન્ન દેશના આત્મપ્રદેશોમાં વેદના ઉત્પન્ન કરે છે. આમ જો કહેશો તો અન્ય જીવના શરીરમાં રહેતું કર્મ અન્ય જીવના શરીરમાં પણ કેમ વેદના ન ઉત્પન્ન કરે ? અર્થાત કરશે જ. આવુ માનવાનો પ્રસંગ આવશે કારણ કે ભિન્નત્વ બન્ને સ્થાને તુલ્ય જ છે. તે ૨૫૨૭ ||
વિવેચન :- જેમ નાગનો કંચુક નાગના શરીરની ઉપર ઉપર જ હોય છે. અંદર તે કંચુક (કાંચળી) હોતી નથી. તેની જેમ કર્મ પણ શરીરના ઉપર ઉપરના અન્તિમ ભાગમાં જે જે આત્મપ્રદેશો છે. તેમાં જ હોય છે. વચ્ચેના કે અતિશય અંદરના આત્મપ્રદેશોમાં તે કર્મ હોતું નથી. આમ જો કહેશો તો દેહની અંદર કે દેહની મધ્યમાં કે દેહના અતિશય અંદરના ભાગમાં શળની પીડા કે નાળની પીડા કે કેન્સર, ટી.બી. વિગેરે રોગોની પીડા અંદરના ભાગમાં કેમ થાય છે? જ્યાં અન્તિમ આત્મપ્રદેશોમાં કર્મ છે. ત્યાં જ પીડા થવી જોઇએ. પરંતુ મધ્યભાગ કે અતિશય અંદરના ભાગમાં પીડા ન થવી જોઈએ. કારણ કે તેવી પીડા થવાના કારણ ભૂત એવા કર્મનો ત્યાં તો અભાવ જ છે.
હવે કદાચ તમે એમ કહો કે ભલે મધ્યભાગમાં કે અંદરના ભાગમાં પીડા થવાના કારણભૂત કર્મ નથી. તો પણ નિષ્કારણ એવી પણ વેદના દેહની અંદરના ભાગમાં થાય