________________
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૮૭ પળાય તે નિયત નથી માટે “યાવજીવનું જ વ્રત આપવામાં આવે છે. તેથી તે જીવ મર્યા પછી દેવલોકાદિમાં જાય અને દેવાંગનાઓ સાથે કામ ક્રીડા આદિ કરે તો પણ તેના વ્રતનિયમનો ભંગ થતો નથી. કારણ કે માવજીવનાં જ પચ્ચખ્ખાણ કર્યા હતાં. તેમ તમારા મતે તો જીવતાં આવતાં પણ મૃત્યુ પામ્યા પહેલાં પણ કોઈ સાધુ કોઈ સ્ત્રી આદિની સાથે) કામભોગાદિનું સેવન કરે તો પણ “આટલી જ મારી શક્તિ છે. હવે નથી.” એમ કહીને દોષો સેવશે તો પણ વ્રત ભંગ થયો ગણાશે નહીં કારણ કે મારી આટલી જ શક્તિ હતી. એટલે હવે હું ભોગોને ભોગવું છું ઇત્યાદિ વિચારવાળા જીવને જીવવા છતાં ભોગોનું આસેવન કરે તો પણ તમારા મતે દોષો લાગશે નહીં. કારણ કે “મારી આટલી જ શક્તિ હતી” એમ સમજીને વિષય સેવન આદિ કર્યું છે.
આવો અર્થ થશે. જૈન શાસનમાં આવું ક્યાંય જોવાયું પણ નથી. અને મનાયું પણ નથી. જૈન શાસનની આવી પ્રણાલિકા ક્યાંય દેખાતી નથી. . (૨) તથા વળી પ્રત્યાખ્યાન અનવસ્થા નામનો બીજો દોષ પણ આવશે. “આટલી જ મારી શક્તિ છે” આવા બહાના નીચે તો ગમે ત્યારે વ્રત છોડી દેશે. કારણ કે વ્રતના ભંગનો ભય જ નહીં રહે. આવો જ આ જીવ બચાવ કરશે કે મારી શક્તિ આટલી જ હતી. એટલે વારંવાર ભોગોને ભોગવશે અને વારંવાર (કામ પતી જાય પછી) પચ્ચખ્ખાણ કરશે. એટલે વ્રત પાળવાની કોઈ સીમા જ નહીં રહે. જયારે મન ન માને ત્યારે વ્રત ત્યજી શકાય આવો અર્થ થશે જે અર્થ ઉચિત નથી.
(૩) તથા વળી વ્રતોના ભંગમાં અતિચાર દોષો લાગે છે. શ્રાવકના ૧૨ વ્રતના ૧૨૪ અતિચારો છે. તથા તે અતિચારો (દોષો) સેવવામાં પ્રાયશ્ચિત્ત આવે છે. કોઈ પણ એક વ્રતનો ભંગ થાય તો અંશે અંશે સર્વ પણ વ્રતનો ભંગ થાય છે. અને સર્વવ્રત નિરતિચારપણે પાળવાં જોઈએ. “આવી જે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવેલી રૂઢ મર્યાદા છે. તે મર્યાદા તમારા અભિપ્રાય પ્રમાણે તો રહેતી જ નથી. આવા બધા દોષો આવે છે. આ વાત સમજાવતાં શાસકાર ભગવંત સયુક્તિક જણાવે છે કે -
(૪) પતાવતી પર્વ મમ વિત?આટલી જ મારી શક્તિ છે આવું બહાનું લઈને આવા વિચારોના કારણે ગમે ત્યારે આ જીવ પચ્ચખ્ખાણ છોડી દે. અને દોષ સેવે તો પણ તે સાધુને તમારા અભિપ્રાય પ્રમાણે તો કોઈ પણ અતિચાર કે દોષ લાગશે નહીં કોઈ પણ જાતનો વ્રત ભંગ થશે નહીં.
આવો વ્રત ભંગ કરવા છતાં કોઈ પ્રાયશ્ચિત્ત પણ આવશે નહીં. કારણ કે મારી આટલી જ શક્તિ છે આમ કહીને તે જીવ છૂટ લઇ લેશે.