________________
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૭૯ ઉત્તર :- અહીં ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર કહેવાય છે કે તો સર્પની કાંચળીની જેમ તે કર્મ પણ બહાર જ નિત્ય રહો જેમ સર્પની કાંચલી બહાર બહાર જ સદા હોય છે તે કાંચળી ક્યારેય પણ અંદર જતી નથી. તેમ કર્મ પણ બહાર બહાર જ હો. અંદર કર્મનું ગમન કેમ થાય ? બહાર સ્થિર નિત્ય કર્મ હોવું જોઇએ. - જો કર્મ ક્યારેક બહાર, ક્યારેક અંદર, અને ક્યારેક તે કર્મ મધ્યમાં હોય છે. આમ માનવાથી “ નિત્ય તિતિ" કર્મ ઉપર ઉપરના ભાગમાં કાંચળીની જેમ નિત્ય રહે છે. આવા પ્રકારનો જે તમારો સિદ્ધાન્ત (મત) છે. તે રહેતો નથી. નિયમ ન ઘટતો હોવાથી આવો નિયમ તો ઉડી જ જાય છે. એક દોષ ઉપર કહ્યા પ્રમાણે આવે છે. - તથા બીજો દોષ એમ પણ આવે છે કે જો કર્મનું સંચરણ થાય છે. આમ માનીએ તો જયાં કર્મ આવ્યું હોય ત્યાં જ વેદના આપવી જોઈએ. બીજા ભાગમાં વેદના ન થવી જોઈએ. કર્મની અન્ય અન્ય સ્થાને ગતિ સ્વીકારવાથી ક્રમસર અન્ય અન્ય સ્થાને વેદના થવી જોઈએ. પરંતુ આમ થતું દેખાતું નથી. લાકડીનો ઘા પડે ત્યારે અંદર અને બહાર એમ સર્વ સ્થાનોમાં એકસાથે જ વેદના દેખાય છે.
તે કારણથી કર્મનું ગમનાગમન સંભવતું નથી. પરંતુ સર્વ આત્મપ્રદેશોમાં કર્મતત્ત્વ છે જ સર્વ પ્રદેશોમાં કર્મ બંધાય છે. આમ નક્કી થાય છે. || ૨૫૨૮ || અવતરણ - કર્મનું સંચરણ (ગમનાગમન) માનવામાં બીજું પણ દૂષણ આવે જ છે તે આ પ્રમાણે છે:न भवंतरमण्णेइ य, सरीरसंचारओ तदनिलोव्व । चलियं निज्जरियं चिय, भणियमकम्मं च जं समए ॥ २५२९ ॥
ગાથાર્થ - જો કર્મને સંચરણશીલ માનીએ તો જીવની સાથે ભવાન્તરમાં જનાર થશે નહીં. કારણ કે શરીરમાં જ તેનું સંચારણ હોવાથી શ્વાસોશ્વાસ વિગેરે વાયુની જેમ, શાસ્ત્રોમાં કર્મને જે ચલિત કહેવામાં આવ્યું છે તે ચલિત એટલે નિર્જરા પામતું કહેલું છે ચલિત એટલે આ જીવ કર્મ વિનાનો થઈ શકે છે. આમ આગમ શાસ્ત્રોમાં કહ્યું છે. ૨પરલા
વિવેચન - જો કર્મ શરીરની ઉપર જ બંધાય છે. અને પછી અંદરના ભાગમાં તથા મધ્યના ભાગમાં સંચારણ કરે છે આમ જો માનીએ તો ભવાન્તરમાં સાથે આવનારું તે કર્મ બનશે નહીં. એટલે કે ભવાન્તરમાં જતા જીવની સાથે તે કર્મનું અનુગમન ઘટશે નહીં. શરીરમાં જ ફરવાના સ્વભાવવાળું તે કર્મ હોવાથી. શ્વાસોશ્વાસવાળા વાયુની જેમ અથવા રૂધીર આદિ ધાતુઓની જેમ.
અહીં શરીરની બહાર (ઉપરના ભાગમાં) અને અંદર (અંદરના ભાગમાં) જે દોડાદોડી કરે છે તે ભવાન્તરમાં સાથે આવતું નથી. જેમ શ્વાસોશ્વાસ શરીરની અંદર ઉપર-નીચે જાય છે તેથી તે ભવાન્તરમાં સાથે આવતો નથી. તથા રૂધિર આદિ ધાતુઓ