________________
૧૮૪ અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ અથવા કર્મને ગ્રહણ કરવામાં હિંસા-જૂઠ-ચોરી-મૈથુન ઇત્યાદિ ક્રિયાઓનું સફળપણું તારા વડે સ્વીકારાય છે અર્થાતુ આવી પાપવાળી ક્રિયાઓ કરવાથી કર્મ બંધાય છે આમ જો તું માને છે તો પછી દયા - દાન - તપ બ્રહ્મચર્ય આદિની ક્રિયાઓને તે પાપના વિનાશમાં કારણ તરીકે કેમ નથી સ્વીકારતો ?
પાપ બાંધવાની ક્રિયાઓથી જો પાપ બંધાય છે આમ તું માને છે તો પાપને તોડવાની ક્રિયાઓથી પાપ તુટે પણ છે. આમ પણ તું કેમ નથી માનતો ? ન્યાય તો સર્વત્ર સમાન જ હોય છે આમ મનગમતું માનવામાં તો રાજાની આજ્ઞા જ સમર્થ બને છે પણ કોઈ યુક્તિ સંગત થતી નથી.
તથા વળી આમ માનવામાં અમે તને પૂછીએ છીએ કે પાપસ્થાનકમાં વ્યાપ્ત એવા પુરુષાર્થથી કર્મોનું ગ્રહણ જો ઇચ્છાય છે. તો સંયમાદિના (સંયમ-સમિતિ અને ગુપ્તિ આદિના) પાલન વડે તે જ કર્મોની નિર્જરા કરવી તે અસાધ્ય જ છે. આમ કેમ મનાય છે? આ તો તમારી મનમાની ચેષ્ટા થઈ મનમાં જે ઠીક લાગ્યું તે સ્વીકારી લીધું. પરંતુ તમારૂં આ માનવું યુક્તિપૂર્વકનું નથી.
તે કારણથી જેમ કર્મના અર્જનમાં (કર્મ બાંધવામાં) તીવ્ર-મદ-મજતર આદિ ભેદવાળો અશુભ આત્મપરિણામ તમે કારણ માનો જ છો તો તે જ પ્રકારે તેનો તીવ્રમદ-મન્દતર એવો શુભ આત્મપરિણામ કર્મ તોડવામાં પણ કારણ માનવો જોઈએ.
આ શુભ પરિણામ તે અશુભ પરિણામનો પ્રતિપક્ષી હોવાથી બંધને બદલે તેના પ્રતિપક્ષભૂત કર્મના વિનાશમાં કારણ સ્વીકારવો જ જોઈએ. વાસ્તવિકપણે તો આ જ વાત ન્યાયસંપન્ન હોવાથી સ્વીકારવી જ જોઈએ.
તેથી જીવની સાથે અવિભાગે (એકાકારપણે) રહેલા પણ કર્મોનો વિયોગ અવશ્ય થાય જ છે આ વાત સિદ્ધ થઈ માટે મોક્ષ છે. આમ નક્કી થાય છે. આ પ્રમાણે કર્મના સંબંધના વિચારોના વિષયવાળા વિવાદો સમાપ્ત થયા. || ૨૫૩૨-૨૫૩૩ /
અવતરણ - હવે પચ્ચાસના વિષયમાં તે વિવાદને સમજવતાં ગ્રંથકારશ્રી કહે છે. किमपरिमाणं सत्ती अणागयद्धा अहापरिच्छेओ ? जइ जावदत्थि सत्ती तो नणु सच्चेव परिमाणं ॥ २५३४ ॥ सत्तिकिरियाणुमेओ कालो सूरकिरियाणुमेओव्व । नणु अपरिमाणहाणी आशंसा चेव तदवत्था ॥ २५३५ ॥