________________
સપ્તમ નિહ્નવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૬૯
અપવર્તના, (૫) ઉદીરણા, (૬) ઉપશમના. (૭) નિત્તિ અને (૮) નિકાયના. આ પ્રમાણે કુલ આઠ કરણો જાણવાં.
ત્યાં અનિકાચિત કર્મમાં સ્થિતિ આદિને (સ્થિતિને અને રસને) તોડવાં. ઘટાડવાં તે અપવર્તનાકરણ કહેવાય છે તથા તે= સ્થિતિ આદિનું (સ્થિતિ તથા રસનું ) જે વધારવું તે ઉર્તનાકરણ કહેવાય છે. તથા અસાતા આદિ કર્મોનું સાતા આદિમાં જે નાખવું તે સંક્રમ કહેવાય છે. તથા બીજા કર્મમાં નાખેલા તે કર્મ પરમાણુઓને પ્રદેશોદયથી ભોગવીને જે નિકાલ કરવો. તે ક્ષપણા કહેવાય છે. તથા કર્મપ્રકૃતિઓને પોતાના સ્વરૂપે વિપાકથી જે ભોગવવી તે અનુભવ અર્થાત્ ઉદય કહેવાય છે.
આ ઉર્તના-અવવર્તના સંક્રમ-ક્ષપણા તથા ઉદય વિગેરે જે સમજાવ્યાં તે તો બાકીનાના ઉપલક્ષણ રૂપ સમજવાં. તેથી ઉદીરણા ઉપશમના નિત્તિ અને નિકાયના આદિ પણ સર્વે કરણો અનિકાચિત એવા કર્મમાં પ્રવર્તે છે પરંતુ નિકાચિત એવા કર્મમાં તો પ્રાયઃ વિપાકોદયથી વેદન જ હોય છે. પરંતુ અપવર્તના આદિ અન્ય કરણો લાગુ પડતાં નથી. આ પ્રમાણે નિકાચિત અને અનિકાચિતમાં તફાવત સમજવો.
“આચરણ કરેલા ઉત્કૃષ્ટ તપવાળા મહાત્માઓને ઉત્કૃષ્ટ અધ્યવસાયના બલથી નિકાચિત એવા પણ કર્મમાં ક્યારેક અપવર્તના આદિ કરણોની પ્રવૃત્તિ થાય છે.” તે માટે મૂલગાથામાં પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. || ૨૫૧૪ ||
सोउं भणइ सदोसं, वक्खाणमिणं ति पावइ जओ भे । मोक्खाभावो जीवप्पएस कम्माविभागाओ ॥ २५१५ ॥
ગાથાર્થ ઃ- વિન્ધ મુનિની પાસે શેષ સાધુઓને અભ્યાસ કરાવાતા આ વિષયને સાંભળીને ગોખામાહિલ કહે છે “આ વ્યાખ્યાન સદોષ છે. અર્થાત્ દોષિત છે. જો આમ હોય તો મોક્ષનો અભાવ જ થાય. કારણ કે આત્મપ્રદેશો અને કર્મોનો અવિભાગ જ છે. || ૨૫૧૫ ||
વિવેચન :- વિન્ધ્યમુનિ શિષ્યોને આ પ્રમાણે તત્ત્વ સમજાવતા હતા કે આત્મપ્રદેશોની સાથે કર્મ ક્ષીર નીરના ન્યાયે તથા વહ્નિથી તપેલા અયોગોલકના ન્યાયે સંબંધવાળું છે આત્મપ્રદેશોની સાથે એકમેક થયેલું છે આવું વ્યાખ્યાન વિન્ધ્યમુનિ શિષ્યોને સમજાવતા હતા ત્યારે આ વ્યાખ્યાન સાંભળીને તેવા પ્રકારના તીવ્ર મોહનીય કર્મના ઉદયને લીધે પોતાના અભિપ્રાયમાં અતિશય આગ્રહ રાખવા પૂર્વક વિવાદ પામેલા ગોઠામાહિલ કહેવા લાગ્યા કે:
તમારૂં કરાયેલું આ વ્યાખ્યાન સદોષ છે. જો આમ જ વ્યાખ્યાન કરાય કે “આત્મા