________________
સપ્તમ નિતવ ગોષ્ઠામાહિલ મુનિ
- ૧૬૭ હવે પ્રસ્તુત ગાથાના અક્ષરાર્થને અનુસરાય છે. કાલ એટલે કે મરણ, તેનો જે ધર્મ એટલે કે પર્યાય તે કાલધર્મ, ગુરુજી શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજનો તે કાલધર્મ સાંભળીને તથા દુર્બલિકાપુષ્પમિત્રને ગચ્છમાં અધિપતિપદે નિમાયા છે. આ વાત જાણીને ગોઇમાહિલને ઇષ્યભાવ ઉત્પન્ન થયો. ૨૫૧૧૫
અવતરણ - તે ઈષ્યભાવે આવું કામ કર્યું શું કર્યું? તે કહે છે वीसु वसहीए ठिओ, छिद्दनेसणपरो य स कयाए । विझस्स सुणइ पासेऽणुभासमाणस्स वक्खाणं ॥ २५१२ ॥
ગાથાર્થ :- આ ગોષ્ઠામાહિલ જુદી વસતિમાં રહ્યા. ગુરુજીનાં છિદ્રોને જ દેખવામાં તત્પર એવા તે ગોઠામાહિલ ગુરુજીના વ્યાખ્યાનનું અનુભાષણ કરતા એવા વિધ્ય મુનિ પાસે ગુરુજીએ કહેલું વ્યાખ્યાન સાંભળે છે || ૨૫૧૨ //
વિવેચન - ગુરુજી શ્રી દુર્બલિકાપુષ્પમિત્રથી ભિન્ન વસતિમાં ઉતરેલા એવા આ ગોષ્ઠામાહિલ માત્ર છિદ્રો એવામાં જ વધારે તત્પર હતા. તેઓ ગુરુજીના વ્યાખ્યાનનું અનુભાષણ કરનારા (ફરીથી બીજાને સમજાવનારા) એવા વિધ્યમુનિની પાસે આવતા હતા અને ગુરુજીએ કહેલી વાત વિધ્યમુનિ પાસે સાંભળતા હતા. (તમાં પણ ક્યાં શું ભૂલો છે તે જ શોધવાની તેમની દૃષ્ટિ હતી). I૨૫૧૨ ||
અવતરણ - તતઃ શિન્- ત્યારબાદ શું બન્યું? તે કહે છે. कम्मप्पवायपुव्वे, बद्धं पुढें निकाइयं कम्मं । जीवपएसेहिं समं सूईकलावोवमाणाओ ॥ २५१३ ॥
ગાથાર્થ - દુર્બલિકાપુષ્પમિત્ર આ પ્રમાણે વ્યાખ્યાન કરતા હતા કે કર્મપ્રવાદ નામના આઠમા પૂર્વમાં (૧) બદ્ધ (૨) બદ્ધ અને સ્પષ્ટ તથા (૩) નિકાચિત એમ ત્રણ પ્રકારનું કર્મ આત્માના આત્મ પ્રદેશોની સાથે લાગેલું હોય છે અને તે કર્મ સોયોના સમૂહની ઉપમાવાળું જાણવું || ૨૫૧૩ ||
વિવેચન :- શ્રી કર્મપ્રવાદ નામના આઠમા પૂર્વમાં કર્મના વિચારનો પ્રસંગ હતો ત્યાં શ્રીદુર્બલિકાપુષ્પમિત્ર (નુતનાચાર્ય મહારાજશ્રી) આ પ્રમાણે વ્યાખ્યાન કરતા હતા કે “આત્મપ્રદેશોની સાથે બદ્ધમાત્ર જ કર્મ હોય છે. જેમકે અકષાય (૧૧-૧૨-૧૩ મા ગુઠાણા વાળા) જે જીવો છે. તેઓને કષાય ન હોવાથી તેઓ ઇર્યાપથિક જે બંધ કરે છે તે માત્ર આત્મપ્રદેશોની સાથે એક સમય જ રહે છે. કાલાન્તરની સ્થિતિને (બીજત્રીજા સમયની સ્થિતિને) પામીને તે કર્મ આત્મપ્રદેશોથી વિખુટુ પડી જાય છે. જેમ સુકી ભીંત ઉપર પડેલા લોટની મુઠીની જેમ.