________________
સપ્તમ નિતવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૬૩ અવતરણ - આ વિષય ઉપર ભાષ્યકાર મહારાજા કહે છે :सोऊण कालधम्मं, गुरुणो गच्छम्मि पूसमित्तं च । ठवियं गुरूणा किल, गोट्ठमाहिलो मच्छरियभावो ॥ २५११ ॥
ગાથાર્થ - ગુરુજીનો કાલધર્મ સાંભળીને તથા ગચ્છમાં દુર્બલિકાપુષ્પમિત્રની સ્થાપના ગુરુજી વડે કરાઈ છે આ જાણીને ગોઠામાહિલ માત્સર્યભાવને પામ્યા. મેં ૨૫૧૧ ||
વિવેચન :- હવે કહેવાની સર્વે પણ ગાથાઓનો ભાવાર્થ આર્યરક્ષિતસૂરિજીની કથાથી જ જાણી લેવો. તે કથા બહુ જ વિસ્તારથી મૂલ આવશ્યકસૂત્રથી જાણવી. સંક્ષેપથી અહીં પણ કંઈક કહેવાય છે. તે આ પ્રમાણે છે :- દશપૂર નામનું નગર હતું. ત્યાં સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. તેને રુદ્રસોમા નામની ભાર્યા હતી. તે દ્રોમાં જિનેશ્વર પ્રભુના વચનોમાં ઘણા જ પ્રતિબદ્ધવાળી હતી એટલે પરમ શ્રાવિકા હતી. તે પતિ-પત્નીને ચૌદ વિદ્યાનાં સ્થાનોનો ભંડાર એવો રક્ષિત નામે પુત્ર હતો. માતા દ્વારા ઘણી જ પ્રેરણા પામેલા તે રક્ષિતે તોસલિપુત્ર નામના આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગો તથા દષ્ટિવાદ નામનું બારમું અંગ જેટલું ગુરુજી પાસે હતું. તેટલું સઘળુંય તેણે ગ્રહણ કર્યું.
બાકીનું કેટલુંક શ્રુત પૂજય આર્યર્વરસ્વામીની પાસેથી ભણ્યા. એમ યાવતુ નવ પૂર્વ સમાપ્ત કર્યા તથા ૨૪ યવિકોનો અભ્યાસ કર્યો. આ આર્યરક્ષિતસૂરિજીના ભાઈ કે જેનું નામ ફલ્યુરક્ષિત છે. તેને માતા વડે મહારાજજીને બોલાવવા માટે મોકલાવાયા. ત્યાં આર્યરક્ષિતસૂરીજી વડે ફલ્યુરક્ષિતને દીક્ષા અપાઈ. ત્યારપછી બન્ને ભાઈઓ માતા-પિતા પાસે આવ્યા.
ત્યારબાદ આર્યરક્ષિતસૂરિજી વડે પોતાનાં માતા-પિતાને તથા મામા ગોઠામાહિલ વિગેરે પોતાના સ્વજન વર્ગને પ્રતિબોધીને દીક્ષા અપાઈ. આ પ્રમાણે બીજા પણ ઘણાને દીક્ષા આપતાં આપતાં પૂજય આર્યરક્ષિતસૂરિજીનો મોટો સમુદાય થયો. તે ગચ્છમાં દુર્બલિકાપુષ્પમિત્ર-વૃતપુષ્પમિત્ર અને વસ્ત્રપુષ્પમિત્ર એમ ત્રણ પુષ્પમિત્રો હતા.
ત્યાં દુર્બલિકા પુષ્પમિત્ર વડે નવ પૂર્વે ભણાયાં. આ સમુદાયમાં ચાર પ્રધાનતર પુરુષો હતા. તે આ પ્રમાણે (૧) દુર્બલિકા પુષ્પમિત્ર. (૨) વિભ્ય. (૩) ફલ્યુરક્ષિત. (૪) ગોષ્ઠામાહિલ. ત્યાં આચાર્ય મહારાજશ્રી વડે દુર્બલિકાપુષ્પમિત્ર દ્વારા વિલ્યમુનિને વાચના અપાવાઈ. તેવા પ્રકારની વાચનાને આપતા એવા તે દુર્બાલિકા પુષ્પમિત્રને વધારે સમય ન રહેવાથી પુનરાવર્તનનો અભાવ થવાથી પોતાને પ્રાપ્ત થયેલું નવમું પૂર્વ ભુલાવા લાગ્યું.