________________
૧૪૦ ત્રિરાશિકમત
નિહ્નવવાદ ગાથાર્થ :- છેદાયેલો એવો પણ જીવ, જીવના લક્ષણોથી યુક્ત છે તેથી તેને નોજીવ કેમ કહેવાય ? આ જ પ્રમાણે અજીવદ્રવ્યનો જે એકદેશ હોય તે અજીવના લક્ષણથી યુક્ત છે તો પછી તેને નોઅજીવ કેમ કહેવાય ? ll૨૪૭૨ //
છતાં જો આમ કહેશો તો ત્રણ રાશિ થતી નથી. પણ ચારરાશિ થાય છે (૧) જીવ. (૨) અજીવ (૩) નોજીવ(૪) નોઅજીવ // ૨૪૭૩ II
વિવેચન - પુંછડા આદિ કોઈ અવયવના છેદવડે છેદાયેલો ભલે ગિરોળીનો જીવ હોય તો પણ ફુરણા-કંપન આદિ જીવનાં લક્ષણો તેમાં છે જેને તેવો આ પુંછડીનો ભાગ પણ જીવના લક્ષણવાળો હોવા છતાં પણ નોજીવ ક્યા કારણે કહેવાય ? જીવનું જ પુંછડું છે જીવની થતી કંપનક્રિયા તેમાં છે તો શા માટે જીવ છે એમ ન કહેવાય ?
ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે - આખી ગિરોળી હોય ત્યારે પણ ફુરણા આદિ જીવનાં લક્ષણો તેમાં ઘટે છે માટે જ જીવ કહેવાય છે. તેની જેમ છેદાયેલા તેના અવયવમાં (પુંછડા આદિ ભાગોમાં) પણ તે જ ફુરણાદિ લક્ષણો સ્પષ્ટ દેખાય જ છે. આ કારણથી જીવનાં લક્ષણોથી યુક્ત હોવા છતાં પણ શા માટે તમે તેને જીવ નથી કહેતા ? અને નોજીવની કલ્પના કેમ કરો છો ? ફુરણા-કંપના- ચેતના વિગેરે જીવનાં જે જે લક્ષણો છે તે તે લક્ષણો છેદાયેલા પુંછમાં પણ છે પછી શા માટે તેને જીવ ન કહેવાય અને નોજીવ કહેવાની પાછળ કારણ શું ?
હવે પુંછડા આદિ અવયવોમાં ફુરણા આદિ જીવનાં લક્ષણો હોવા છતાં પણ જો તમે નો જીવ જ માનશો. અને પોતાનો આવો આગ્રહ જો તમે નહીં છોડો તો અજીવ એવા ઘટ-પટાદિ પદાર્થોનો પણ કાંઠલો આદિ કોઈ પણ દેશભાગ નોઅજીવ પણ કહેવાશે જ. જેમ તમે જીવના એકદેશભૂત પુંછડાને નોજીવ માન્યો. તેની જેમ ઘટનો એકદેશભૂત જે કાંઠલો-ઠીકરી વિગેરે પણ અજીવનો એકદેશ હોવાથી નોઅજીવ જ કહેવાશે. આમ નોઅજીવ પણ માનવું જોઇએ જ.
શિષ્ય :- ભલે એમ હો. જીવનો એકદેશ પુંછ જેમ હું નોજીવ કહું છું. તેમ ઘટાદિ અજીવનો એકદેશ કોઠલો વિગેરે ભાગોને હું નોઅજીવ પણ માનીશ. એમ માનવામાં મારૂં કંઈ જતું નથી. એમ માનવામાં મને કંઈ જ નુકશાન નથી ભલે એમ હો.
ઉત્તર - ગુરુજી કહે છે કે તારી આ વાત બરાબર નથી. કારણ કે તારા વડે ત્રણ રાશિ મનાય છે જીવ અજીવ અને નોજીવ. તે ત્રણ રાશિ આમ માનવાથી નહી ઘટે. પરંતુ ચાર રાશિ માનવાની આપત્તિ તને આવશે (૧) જીવ. (૨) અજીવ (૩) નો જીવ અને (૪) નોઅજીવ માટે ત્રિરાશિની સિદ્ધિ થતી નથી. ૨૪૭૨-૨૪૭૩ |