________________
૧૦૬ ક્રિયાયવાદ
નિહ્નવવાદ પાંદડાં વિધવાના ઉદાહરણે અથવા ઉંબાડીયાના ચક્રાવાની જેમ યુગપતું પ્રવર્તી હોય એમ લાગે છે. પરંતુ તે યુગપદ્ નથી ક્રમસર જ છે.
જેમ ઉપર-નીચે ગોઠવેલ કમળની સો પાંખડીયોને અતિશય તીક્ષ્ણ અણીદાર સૂચિ દ્વારા વિધવાનું કામ કરનાર શક્તિશાળી જુવાન માણસ વડે સમકાલે જ વિંધાય છે આમ અનુભવાય છે. પરંતુ ઉપર ઉપરની કમળની પાંખીઓ વિંધાયા વિના નીચે નીચેની કમળની પાંખડીઓ વિંધાવી શક્ય નથી. પરંતુ વિધવાનું કામ કરનાર કર્તા “મેં એકી સાથે કમળની સો પાંખડીઓને વિંધી નાખી” એમ મનમાં માને છે અને બોલે છે કારણ કે તે પાંખડીઓને વિધવામાં થતા કાળનો ભેદ ઘણો જ સૂક્ષ્મ હોવાથી દુર્લક્ષ્ય છે.
અથવા બીજા એક ઉદાહરણ લઇએ કે પ્રસિદ્ધ એવું ઉંબાડીયું જલ્દી જલ્દી ગોળ ગોળ ફેરવીએ તો ચારે દિશામાં કાલભેદથી ફરતું હોવા છતાં ભમવાના કાળનો જે ભેદ છે તે ભેદ સૂક્ષ્મ હોવાથી દુઃખે સમજાય તેવો છે. તેથી નિરન્તરપણે જ ભમતું દેખાય છે વચ્ચેનો ગેપ જાણી શકાતો નથી. તેની જેમ અહીં પણ શીતની વેદના અને ઉષ્ણતાની વેદનાની ક્રિયાના અનુભવ વચ્ચે કાલભેદ હોવા છતાં પણ તે કાલભેદ ઘણો સૂક્ષ્મ હોવાથી દુઃખે દુઃખે સમજાય તેવો છે. તેથી એકીસાથે તે અનુભવને તમે માણો છો. એમ તમને લાગે છે પરંતુ હકીકતથી તેમ નથી. તેની જેમ અહીં પણ કાળભેદ છે. પરંતુ સૂક્ષ્મ હોવાથી અગમ્ય છે. | ૨૪૩૩ |
અવતરણ :- મન પણ મસ્તક અને પગ વિગેરે ભાગોની સાથે એટલે કે સ્પર્શેન્દ્રિયના અંશો સાથે તથા બીજી ઇન્દ્રિયો સાથે એકી સાથે સંબંધ પામતું નથી. પરંતુ ક્રમસર જ સંબંધ પામે છે. પરંતુ આ મન આશુસંચારિ(ઝડપી ફરતું) હોવાથી તથા સૂક્ષ્મ હોવાથી તેના દોડવાનો ક્રમ જાણી શકાતો નથી આ વાત સમજાવતાં કહે છે કે -
चित्तं पि नेंदियाई समेइ सममह य खिप्पचारित्ति । समयंव सुक्क सक्कुलि दसणे सव्वोवलद्धित्ति ॥ २४३४ ॥
ગાથાર્થ : ચિત્ત (મન) પણ સર્વ ઇન્દ્રિયોની સાથે એક કાલે જોડાતું નથી જ. પરંતુ ક્ષિપ્રચારી છે. તેથી ભ્રમ થાય છે જેમકે સુકી એવી જલેબી ખાવામાં બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ સાથે હોય તેમ લાગે છે. ૨૪૩૪ ||
વિવેચન - મન પણ બધી જ ઇન્દ્રિયોની સાથે એકી સાથે જોડાતું નથી. તથા અધ્યાહારથી તે પણ સમજી લેવું કે પગ અને મસ્તક સ્વરૂપ સ્પર્શનેન્દ્રિયના બન્ને અંશો સાથે પણ એકી સાથે મન જોડાતું નથી પરંતુ ક્રમસર જ જોડાય છે છતાં આ મન આશુ