________________
૧૧૦ ક્રિયાયવાદ
નિહ્નવવાદ ગાથાર્થ :- જે વિવક્ષિત વસ્તુનો એક ઉપયોગ હોય ત્યારે જો બીજી વસ્તુનો પણ ઉપયોગ હોય આવું જ જો માનવામાં આવે તો બે જ વિષયના ઉપયોગની બે જ ક્રિયા સાથે હોય ? આવો નિયમ કરવાની શી જરૂર ? પ્રત્યેક વસ્તુવાર અસંખ્યાતા અથવા અનંતા ભિન્ન ભિન્ન ઉપયોગો પણ સાથે હોય આવું પણ કેમ ન બને ? અર્થાત્ આવું પણ માનવું જોઈએ || ૨૪૩૭ ||
વિવેચન :- જો એક ઉપયોગના કાલે પણ બીજા બીજા વિષયના ઉપયોગ હોય છે. આ પ્રમાણે જો મનાય તો “બે ક્રિયાના બે ઉપયોગ જ એકસાથે હોય આવો નિયમ કરવાની શું જરૂર ? કારણ કે પ્રત્યેક વસ્તુમાં અસંખ્યાતા અથવા અનંતા વિષયના ઉપયોગો પણ સાથે જ હોય છે આમ પણ કેમ નથી ઇચ્છતું ? આમ પણ માનવું જોઇએ?
ઉપર કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે જે શીત વેદનાના ઉપયોગ કાળે ઉષ્ણવેદનાનો પણ ઉપયોગ ઇચ્છાય જ છે તો આવી બે ક્રિયામાં બે જ ઉપયોગ સાથે હોય આવો નિયમ રાખવાની શી જરૂર ? તેને બદલે અસંખ્યાતા અને અનંતા વિષયના ઉપયોગો પ્રત્યેક વસ્તુ સંબંધી એકી સાથે હોય આવું પણ કેમ ન મનાય ? જેમ એક કાલે એક વિષયના ઉપયોગની સાથે બીજા વિષયનો ઉપયોગ પણ હોય તેમ તમે માનો છો તો બહુ ઉપયોગો પણ સાથે હોય એમ પણ માનોને ? બે જ ઉપયોગ સાથે હોય આવો નિયમ કેમ કરાય ?
અહીં (રાગો અવિન્ને સંવિન્ને યાવિ પન્નવે નટુ ગાથા-૭૬૦) આ સૂત્રપાઠમાં એક જ પદાર્થમાં સમકાળે અવધિજ્ઞાન હોય તો ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ઉપયોગો, અને બાકીનાં જ્ઞાનો હોય તો એકીસાથે અનંતા ઉપયોગો પણ કેમ ન હોય? અર્થાત્ બે ઉપયોગને બદલે સંખ્યાત અથવા અસંખ્યાત વિષયના ઉપયોગ પણ હોવા જોઈએ ? પણ આમ બનતું નથી માટે બે ક્રિયાના વિષયનો ઉપયોગ સાથે હોતો નથી |૨૪૩૭ ||"
અવતરણ - પર એવા શિષ્ય તરફથી પ્રશ્ન ઉઠાવીને ઉત્તર આપતાં શિષ્યની વાતનો પરિહાર કરતાં પ્રથકારશ્રી કહે છે કે -
बहु-बहुविहाइगहणे, नणूवओग बहुया सुएऽभिहिआ । तमणेगग्गहणं चिय, उवओगाणेगया नत्थि ॥ २४३८ ॥
ગાથાર્થ - બહુ-બહુવિધ વિગેરે ભેદો બતાવતાં એકીસાથે એકજ જીવને અનેક ઉપયોગો હોય છે. આમ તો શાસ્ત્રમાં જ કહેલું છે, માટે મારી માન્યતા બરાબર જ છે