________________
૧૩૫
ષષ્ઠમ નિદ્ધવ રોહગુખ મુનિ
ગાથાર્થ - જીવદ્રવ્યનો ખંડ ખંડ નાશ થતો નથી. કારણ કે (૧) દ્રવ્ય અમૂર્ત હોવાથી, (૨) એકૃત્રિમ હોવાથી અર્થાત્ નિત્ય હોવાથી, (૩) વિકારી ભાવોનું દર્શન નથી માટે, (૪) તથા વિનાશનાં કારણ નથી માટે, આકાશદ્રવ્યની જેમ જીવદ્રવ્યમાં ખંડ ખંડ નાશ થતો નથી. II ૨૪૬૬ ||
વિવેચન :- જીવદ્રવ્યમાં ખંડ ખંડ વિભાગ થતો જ નથી. એટલે આત્માના ખંડવારા ટુકડા થતા જ નથી. કે જેથી ગિરોલીના કપાયેલા ભાગમાં આત્માનો એક ટુકડો રહે એમ મનાય. માટે આવું બનતું જ નથી. કારણ કે (૧) આ આત્મા એ અમૂર્તદ્રવ્ય હોવાથી જેમ આકાશ એ અમૂર્તદ્રવ્ય હોવાથી ખંડ ખંડ ટુકડા થતા નથી. તેમ આત્માના પણ ખંડ ખંડ ટુકડા થતા નથી. તથા (૨) અકૃતક હોવાથી :- કૃત્રિમ દ્રવ્ય ન હોવાથી જેમ લાડવો તે કૃત્રિમ દ્રવ્ય છે. માટે તેના વિભાગો થાય છે. પરંતુ આકાશ એ કૃત્રિમ દ્રવ્ય નથી. માટે તેના વિભાગો થતા નથી તેમ આ આત્મા પણ કૃત્રિમ દ્રવ્ય નથી. પણ અકૃત્રિમ દ્રવ્ય છે. માટે તેના ખંડ ખંડ ટુકડા થતા નથી. (૩) વિકારદર્શનનો અભાવ હોવાથી, જેમ ઘડો ફુટે નાશ પામે ત્યારે તેના વિકાર રૂપ કપાલાદિ દેખાય છે તેમ આત્માના ટુકડા થતા હોય તો તેના વિખરાયેલાં અંગો (ટુકડા) દેખાવા જોઈએ. પણ તે દેખાતા નથી. માટે આત્મા ખંડ ખંડ વિભાગ પામતો નથી. (૪) આત્માના વિનાશનું કોઈ કારણ નથી માટે, વિનાશનાં જે કારણો છે જેમ કે (૧) અગ્નિ કે જે વસ્તુને બાળી નાખે છે (૨) શસ્ત્ર કે જે વસ્તુના ટુકડે ટુકડા કરી નાખે છે એવાં કોઈ શસ્ત્રો આત્મા ઉપર ચાલતાં નથી.
આ પ્રમાણે આ ચાર હેતુઓ છે સર્વ હતુઓમાં આકાશનું દષ્ટાન્ત જાણવું આ રીતે આત્મા ખંડ ખંડ વિભક્ત થતો જ નથી કે જેથી ગિરોળીના પુંછડામાં નોજીવ (જીવનો એક ટુકડો) હોય એમ કહી શકાય? અર્થાત્ અંશ-અંશી ભાવ છે જ નહીં ર૪૬ળા
અવતરણ - જીવનો ખંડ ખંડ નાશ થાય છે કાચના ટુકડાની જેમ જીવના ટુકડા થાય છે. આમ માનવામાં ઘણા દોષો આવે છે. તે કહે છે:
नासे य सव्वनासो, जीवस्स नासो य जिणमयच्चाओ । तत्तो य अणिमुक्खो, दिक्खावेफल्लदोसा य ॥ २४६८ ॥
ગાથાર્થઃ- જે ખંડ ખંડ નાશ માનીએ તો આખા જીવનો નાશ થાય છે. આમ માનવું પડે અને જીવ દ્રવ્યનો સર્વથા નાશ માને છતે જિનના મતનો ત્યાગ કરવો પડે. તેમ માનવાથી મોક્ષનો અભાવ થાય.તથા દીક્ષા આદિની નિષ્ફળતા પણ આવે ૨૪૬૮ ||