________________
૧૨૦ ક્રિયાયવાદ
નિતવવાદ ગાથાર્થ :- આ પ્રમાણે સ્થવિર મુનિઓ વડે સમજાવવા છતાં પણ જયારે આર્યગંગ ગુરુજીની વાત સ્વીકારતા નથી. ત્યારે ગુરુ વડે સંઘમાંથી તે આર્યગંગને બહાર કરાયા | ૨૪૪૯ //
ત્યારબાદ મણિનાગ નામના નાગકુમાર વડે ભય અને યુક્તિથી પ્રતિબોધિત કરાયા. અને તે આર્યગંગ કહેવા લાગ્યા કે હું ગુરુજીના ચરણકમલમાં જવા ઇચ્છું છું. અને ત્યાં જઈને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કર્યું | ૨૪૫૦ ||
વિવેચન :- આ પ્રમાણે સ્થવિર મુનિઓ વડે આ આર્યગંગને ઘણું ઘણું સમજાવાયું. પરંતુ તે કોઈ પણ રીતે સમજતા જ નથી. ગુરુજીની વાતને સ્વીકારતા જ નથી. ત્યારે તે આર્યગંગને સ્થવિર મુનિઓએ સંઘાડા બાહર કર્યા. તેમનાથી બહાર કરાયેલા અને પોતાના વિચારમાં પુરેપૂરા સ્થિર એવા આ આર્યગંગ વિચરતા વિચરતા રાજગૃહી નગરીમાં આવ્યા. ત્યાં મહાતપસ્વીર આવા નામવાળું એક પ્રશ્રવણ (એટલે કે વિશિષ્ટ ધર્મસ્થાન) હતું. ત્યાં મણિનાગ નામના નાગકુમારનું ચૈત્ય હતું તેની સમીપમાં આ આર્યગંગ મુનિ ઉતર્યા.
ત્યાં સભાને ભેગા કરીને બે ક્રિયા સાથે હોય છે. આવી ભગવાનના વચનોથી વિરૂદ્ધ દેશના આપવાની જોરશોરથી શરૂઆત કરી. તે સાંભળીને મણિનાગ નામના નાગકુમાર દેવ તેમના ઉપર કોપાયમાન થયા અને પ્રગટ ઉભા રહીને બોલ્યા કે દુષ્ટ શિક્ષા આપનાર કે દુષ્ટશિક્ષક ? તમે લોકોને આવું ખોટું કેમ સમજાવો છો ? આ જ પ્રદેશમાં સમવસરેલા ભગવાન શ્રીમહાવીરસ્વામી પરમાત્મા વડે એકસમયમાં એક જ ક્રિયાનું સંવેદન કહેવાયું છે. તે વાત અહીં રહેલા મારા વડે પણ સંભળાઈ છે. શું તમે તેમના કરતાં પણ વધારે જ્ઞાની પાક્યા છો. કે જે તમે આ પ્રમાણે એક જ સમયમાં ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ બે ક્રિયાનું પ્રતિપાદન કરો છો ?
તેથી આ ખોટી પ્રરૂપણાનો ત્યાગ કરો. અન્યથા હું તમારો સર્વથા વિનાશ કરીશ ઇત્યાદિ તે નાગવડે કહેવાયેલાં ભયજનક અને યુક્તિવાળાં વચનો વડે આ આર્યગંગને પ્રતિબોધ કરાયો. પ્રતિબોધ પામેલા તે આર્યગંગ ગુરુજીના ચરણકમલમાં જઈને મિચ્છા મિ દુક્કડ આપીને પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યા. | ૨૪૪૯-૨૪૫૦ ||
इति गङ्गाख्यः पञ्चमो निन्हवः समाप्तः
મ નિતવવાદ સમાપ્ત