________________
૧૨૨
ત્રિરાશિકમત
નિતવવાદ તથા તે જ નગરીમાં બલશ્રી નામનો રાજા હતો. શ્રીગુપ્તસૂરિજી નામના આ આચાર્ય મહારાજશ્રીને રોહગુપ્ત નામનો એક શિષ્ય હતો કે જે બીજા ગામમાં રહેલો હતો. તેથી આ રોહગુમ મુનિ ગુરુજીને વંદન કરવા માટે અંતરંજિકા નગરીમાં આવ્યો.
તે કાલે તે ગામમાં એક પરિવ્રાજક લોઢાના પાટા વડે પોતાના પેટને બાંધીને અને હાથમાં ગ્રહણ કરેલી જંબૂવૃક્ષની શાખાની સાથે નગરીમાં ફરતો હતો. લોકો વડે તેને પુછાયું કે આ શું છે? પેટે લોખંડનો પાટો બાંધીને અને હાથમાં જંબૂવૃક્ષની શાખા લઈને કેમ ફરો છો ?
ત્યારે તે પરિવ્રાજક કહે છે કે- મારું પેટ ઘણા જ્ઞાનથી ભરપૂર ભરાયું છે એટલે કદાચ ફાટી જાય, તુટી જાય, કાણાં પડી જશે એવા આશયથી લોખંડના પાટાવડે મેં આ પેટને બાંધ્યું છે. તથા આખા આ જંબૂદ્વીપમાં મારી સામે વાદ કરે એવો પ્રતિવાદી કોઈ નથી. આ અર્થ લોકોને જણાવવા માટે મેં જંબૂવૃક્ષની શાખા ગ્રહણ કરી છે. (૧) લોખંડનો પાટો અને (૨) જંબૂવૃક્ષની શાખા હાથમાં હોવાથી આ બન્નેના કારણે લોકોમાં તેનું “પોટ્ટશાલ” આવું નામ પડી ગયું.
ત્યાં આ નગરીમાં પ્રવેશ કરતા એવા રોહગુપ્ત વડે “આ પડહ જોવાયો, પરિવ્રાજક દ્વારા કરાતી ઉદ્ઘોષણા આ રોહગુપ્ત નામના મુનિવડે જોવાઇ. સંભળાઈ. ત્યારે “હું (રોહગુપ્ત મુનિ) તે પરિવ્રાજકની સાથે વાદ કરીશ” એમ કહીને ગુરુજીને પુછ્યા વિના જ તે રોહગુપ્ત મુનિ વડે આ પડહ અટકાવાયો. આ વાતની જાહેરાતને રોકી અને હું તે પરિવ્રાજક સાથે વાદ કરીશ આવી ઘોષણા કરી.
ગુરુજીની પાસે આવીને ઇરિયાવહિયં કરતા પાપોની આલોચના કરતા એવા તે રોહગુપ્ત મુનિ વડે આ સઘળી હકિકત ગુરુજીને કહેવાઈ આચાર્ય મહાત્માવડે તે રોહગુપ્ત મુનિને કહેવાયું કે “તારા વડે આ કાર્ય સારૂ કરાયું નથી.” તે વાદી પરિવ્રાજક કદાચ વાદમાં તારાવડે જિતાય તો પણ (મેલી) વિદ્યાઓમાં અતિશય પ્રવીણ હોવાથી તે વિઘાઓ (વિકુર્વવા) દ્વારા જિતવા માટે તૈયાર થાય તેમ છે તે પરિવ્રાજકમાં આ સાત વિદ્યાઓ અતિશય ફૂરાયમાન છે. ર૪૫ર ||
અવતરણ - તે સાત વિઘાઓ કઈ કઈ ? તે કહે છે. विच्छू य सप्पे मूसग मिगी वराही य काग पोयाई । एयाहिं विज्जाहिं सो य परिवायगो कूसलो ॥ २४५३ ॥ ગાથાર્થ - વિંછી, સર્પ, મૂષક (ઉંદર) હરણ, તથા વરાહ (ભૂંડડુક્કર) કાગડા