________________
પંચમ નિતવ આર્યગંગ આચાર્ય
૧૦૩ उवलभए किरियाओ जुगवं दो दूरभिन्नदेसओ । पाय-सिरोगयसीउण्ह वेयणाणुभवरूवाओ ॥ २४३० ॥
ગાથાર્થ :- ચિત્ત (મન) અતિશય સૂક્ષ્મ ઇન્દ્રિય છે અને આશુ સંચારિ પણ છે (વગયુક્ત ગતિવાળું પણ છે) માટે જે કાળે ઇન્દ્રિયના દેશભૂત ભાગની સાથે તે મન જોડાય છે તે કાળે તેટલા જ માત્ર વિષયનું ગ્રાહક મન થાય છે. (પણ સર્વભાવોનું ગ્રાહક મન થતું નથી.) તે કારણથી દૂર દૂર અને ભિન્ન ભિન્ન દેશ સંબંધી બે ક્રિયાઓ એકી સાથે આ જીવ કરતો નથી. માટે પગ અને મસ્તક સંબંઘી શીત અને ઉષ્ણ વેદનાનો અનુભવ કરવા સ્વરૂપ બે ક્રિયાઓ એકી સાથે સંભવતી નથી. ર૪૨૯-૨૪૩૦ના
વિવેચન - ચિત્ત એટલે કે મન અત્યન્તસૂક્ષ્મ વસ્તુ છે તથા આશુ સંચારી છે (જલ્દી જલ્દી દોડનારૂ છે). તેથી જે કાળે આ મન જે ઇન્દ્રિયના જે ભાગમાં જોડાયું હોય છે. તે કાળે માત્ર તે જ ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કરી શકે છે. અન્ય વિષયનું જ્ઞાન કરતું નથી. | સ્પર્શેન્દ્રિય આદિ જે દ્રવ્ય ઇન્દ્રિયના ભાગ સાથે તેનો સંબંધ હોય છે. તે ઇન્દ્રિય જન્ય શીતાદિ સ્પર્શના વિષયનું અથવા ઉષ્ણાદિ સ્પર્શના વિષયનું જ્ઞાન કરવામાં આ મન કરણ બને છે પરંતુ જે ઇન્દ્રિયની સાથે સ્વયં તે મન જોડાતું નથી. તે કાળે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનનું કારણ મન બનતું નથી
જે કારણથી આમ છે. તે કારણથી કોઈ પણ જીવ દૂર દૂર દેશમાં રહેલી અને ભિન્ન ભિન્ન દેશમાં રહેલી બે ક્રિયાઓને એકી સાથે જાણતો નથી. જાણી શકતો નથી. આ બે ક્રિયાઓ કેવી હોય છે? પગ અને માથુ આમ ભિન્ન ભિન્ન જે બે અંગ છે. તેમાંથી શીત અને ઉષ્ણવેદનાનો અનુભવ (પગમાં જલનો સ્પર્શ હોવાથી શીતવેદના અને માથામાં સુર્યનો તાપ હોવાથી ઉષ્ણવેદના) આમ આવા પ્રકારની બન્ને વેદનાનો અનુભવ એકીસાથે આ જીવ કરી શકતો નથી.
તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે (૧) અહીં પગ તથા મસ્તકમાં થતી અનુક્રમે શીતવેદના અને ઉષ્ણવેદના આ બન્ને એકીસાથે અનુભવાતી નથી. અર્થાત્ બન્નેનું સાથે સંવેદન થતું નથી. આ પ્રતિજ્ઞા થઈ. (૨) કારણ કે બન્નેનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. આ હેતુ થયો તથા (૩) વિધ્યાચલ અને હિમાલયના શિખરના સ્પર્શની બન્ને ક્રિયાની જેમ. આ ઉદાહરણ થયું.
આ પ્રમાણે અનુમાન થતું હોવાથી આ અનુમાનમાં જે “અનુભવસિદ્ધત્વાત” આવો જે હેતુ છે તે પક્ષવર્તી નહિ હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થાય છે. તેનાથી “એકી સાથે