________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૯૩
વિશેષાર્થ :- ઘટ-પટ-વિગેરે કેટલાક પદાર્થોનો પર્યન્ત સર્વનાશ (તે પર્યાયનો સર્વથા નાશ) દેખાતો હોવાથી તેનું ઉદાહરણ લઈને પૂર્વકાલીન સર્વ પણ સમયોમાં પ્રતિક્ષણે વસ્તુ વિનાશી જ છે. આ પ્રમાણે તમે સિદ્ધ કદાચ કરી શકો છો. તો પણ અંબરાદિ (આકાશ-કાલ-દિશા વિગેરે કેટલાક પદાર્થોનો પર્યન્તે પણ નાશ થતો હોય તેવું વિનાશનું દર્શન ક્યારેય પણ થતું નથી. કારણ કે આકાશ-કાલ-દિશા આદિ આવા કેટલાક પદાર્થો અનાદિ-અનન્ત છે. તેથી વિનાશ દર્શન ન હોવાથી તે પદાર્થોમાં પ્રસંગ સાધન એવા આ અનુમાનથી પ્રતિસમયનું નશ્વર પણું સિદ્ધ થતું નથી. તેથી તે પદાર્થો નિત્ય હોવાથી નિત્ય જ સ્વીકારવા પડે છે.
અને પદાર્થોનું નિત્યત્વ સ્વીકારે છતે “સર્વ ક્ષખિમ્" આવો વ્યાપ્તિ૫૨ક (એટલે વ્યાપકપણે) જે મત છે તે મત હાનિને પામે છે. તેથી તે સર્વ વસ્તુ ક્ષણિક છે આ વસ્તુ ઘટતી નથી. ૨૪૧૪
અવતરણ :- બીજી પણ અનેક રીતે સ્થવિર આચાર્યો અશ્વમિત્ર મુનિને સમજાવે છે. કેવી રીતે સમજાવે છે ? તે કહે છે ઃ
पज्जायनयमयमिणं, जं सव्वं विगमसंभवसहावं ।
दव्वट्ठियस्स निच्चं, एगयरमयं च मिच्छत्तं ॥ २४१५ ॥
ગાથાર્થ :- પર્યાયાસ્તિનયનો આ મત છે કે જે સર્વેપણ વસ્તુઓ વિનાશ અને ઉત્પત્તિના સ્વભાવવાળી છે. અને દ્રવ્યાધિક નયની દૃષ્ટિએ સર્વે પણ વસ્તુઓ નિત્ય છે. આ બન્ને નયોમાંથી કોઈ પણ એકનયમાત્રનો સ્વીકાર કરવો તે મિથ્યાત્વ જાણવું. ॥ ૨૪૧૫ ॥
વિશેષાર્થ :- સ્થવિર મુનિઓ અશ્વમિત્ર મુનિને સમજાવી રહ્યા છે કે તું જે કહે છે તે માત્ર પર્યાયાર્થિક નયનો એકલાનો મત છે. ત્રણે ભુવનની અંદર રહેલી સર્વે પણ વસ્તુઓ વિનાશ અને ઉત્પત્તિના સ્વભાવવાળી જ છે તથા દ્રવ્ય જ છે અર્થ જેનો એવો જ નય, અર્થાત્ પર્યાયો એ કંઈ પદાર્થ નથી એવો જે નય તે દ્રવ્યાર્થિકનય કહેવાય છે. તે નયની દૃષ્ટિએ તે જ સર્વે પણ વસ્તુઓ નિત્ય (અનાદિ-અનંત) મનાયેલી છે.
આમ હોતે છતે હે અશ્વમિત્ર, તમે પ્રતિક્ષણે વસ્તુ વિનાશ જ પામે છે આ પ્રમાણે જે માનો છો તે એકલા પર્યાયાર્થિકનયનો જ મત છે. અને એકલા પર્યાયાધિક નયના મતને જ સ્વીકારો છો તેથી તે મિથ્યાત્વ જ છે. માટે હે અશ્વમિત્રમુનિ ! તમે આ એકાન્તમતને ત્યજી દો. એમાં જ તમારી ભલાઇ છે. ॥ ૨૪૧૫ |