________________
૭૨
અવ્યક્તવાદ
નિઠવવાદ
નથી હોતી ? અર્થાત્ હોય જ છે. તો તમે લોકો પણ ચોર હો અને આચરણા આવી કરતા હો. એવું કાં ન બને ? માટે મને તો તમે ચોર જ અથવા ગુન્હેગાર અથવા વ્યભિચારી જ દેખાઓ છો. આમ કહીને યુક્તિથી અને ભય બતાવીને આ પ્રમાણે સર્વની પાસે સર્વશ ૫૨માત્માનો મત સ્વીકાર કરાવાયો. રાજાવડે ખમાવેલા તે સર્વે મુનિઓ ગુરુજીના ચરણકમલમાં જવા માટે નીકળ્યા અને પ્રતિક્રમણ કર્યું તથા પ્રાયશ્ચિત્ત કર્યું. ॥ ૨૩૮૮ ॥
-
વિશેષાર્થ :- ઉ૫૨ કહેલી ૨૩૮૩ થી ૨૩૮૮ સુધીની છએ ગાથાઓ લગભગ સ્પષ્ટ અર્થવાળી છે. તેના અર્થો લગભગ ગાથાર્થમાં જ કહેવાઈ ગયા છે. પરંતુ આટલી વિશેષતા જાણવી કે રાજા બલભદ્ર વડે તે મુનિઓ આ ગામમાં આવ્યા છે” એવું જાણીને તે મુનિઓને બોલાવાયા અને કહેવાયું કે “તમે ચોર છો, તમે ગુન્હેગાર છો, તમે વ્યભિચારી છો.” “આવો પ્રશ્ન કરાયો. ત્યારે તે મુનિઓ કહેવા લાગ્યા કે હે શ્રાવક ! ઇત્યાદિ પાઠથી પૂર્વે કહેલી સઘળી વાત સમજી લેવી કે “અમે સાધુ છીએ” આ પ્રમાણે તેઓએ કહ્યું. ત્યારે રાજાએ તક જોઇને કહ્યું કે તમારામાં જ્ઞાન-અને આચરણા હોવા છતાં પણ જો તમને જ પરસ્પર “અમે સર્વે સાધુ છીએ.” આવો વિશ્વાસ નથી. તો તે તે બે ગુણો વડે “તમે બધા સાધુ જ છો, “આવો વિશ્વાસ મને કેમ થાય ? તથા વળી આવાં કૃત્રિમ જ્ઞાન અને ક્રિયા તો ચોરાદિ લોકોમાં પણ શું નથી હોતાં ? હોય જ છે. તેથી મને તમારા ઉપર વિશ્વાસ નથી. હું તો તમને બધાંને ચોર પરદારિક વિગેરે સમજુ છું તેથી મારવાનો હુક્મ કરૂં છું. ત્યારે તે સાધુઓ સમજયા અને અસદાગ્રહ ત્યજીને સર્વજ્ઞના મતને સ્વીકારનારા બન્યા. ત્યારે રાજાએ પણ ક્ષમા માગીને ખમાવ્યા.
ત્યારબાદ તે સાધુઓ ગુરુજીના ચરણકમલના આશ્રયે ગયા અને ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરીને પ્રતિક્રમણ કર્યું ॥ ૨૩૮૩ થી ૨૩૮૮ ॥
इति अव्यक्ताभिधाननामा तृतीयो निह्नवः समाप्तः ॥
તૃતીય નિહ્નવવાદ સમાપ્ત