________________
७८ સમુચ્છેદવાદ
નિર્તવવાદ નથી પરંતુ પ્રથમ સમય સંબંધી એવા નારકીનો બીજા સમયે વિનાશ થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે- જે જીવો પ્રથમ સમયે નારકીપણે ઉત્પન્ન થયા છે તે બીજા સમયે પ્રથમ સમયપણે રહેતા નથી. એટલે પ્રથમ સમય પણે અવશ્ય વિનાશ પામે જ છે.
આ જ પ્રમાણે દ્વિતીય-તૃતીય આદિ સમયે ઉત્પન્ન થયેલા નારકી પણ તે તે સમય પસાર થયે છતે બીજા સમયના નારકીપણે, ત્રીજા સમયના નારકી પણ જરૂર વિનાશ પામે જ છે. પરંતુ સર્વથા વિનાશ પામતા નથી જ. કારણ કે દ્રવ્યાર્થિક પણે અવશ્ય શાશ્વત પણ વર્તે જ છે.
જો વસ્તુનો સર્વથા નાશ થતો હોય તો પ્રથમાદિસમયનું વિશેષણ આપવું નિરર્થક જ થાય. યોગ્ય ન જ કહેવાય.
પ્રશ્ન :- મયુવતમ્ = “પ્રથમાદિ સમય” આવું વિશેષણ કેમ અયુક્ત છે !
ઉત્તર :- જો પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા નારકીનો સર્વથા વિનાશ જ થતો હોય તો હવે તે વસ્તુ છે જ નહીં. તો પછી દ્વિતીય સમય અને તૃતીય સમય વાળી તે વસ્તુ આમ કેમ કહેવાશે ?
જે કોઈ વસ્તુ અવસ્થિત પ્રવ) હોય તેને જ પ્રથમ-દ્વિતીય-તૃતીય સમયમાં ઉત્પન્ન થયેલી આવાં વિશેષણો લાગે. જો વસ્તુનો પ્રથમ સમયે જ સંપૂર્ણપણે નાશ જ થઈ જતો હોય તો તે વસ્તુ બીજા સમયે અંશથી પણ નથી જ તે આ રીતે પ્રથમ સમયે ઉત્પન્ન નારકીનો નિરત્વય નાશ થવાથી સંપૂર્ણ પણે તે વસ્તુ નાશ જ થઈ ગઈ છે. તો હવે તેને “દ્વિતીય સમયોત્પન્ન” નારકી આમ વિશેષણ જોડીને વ્યપદેશ કરવો કેમ ઉચિત ગણાય ?
જો પ્રથમ સમયોત્પન્ન નારકીનો સર્વથા વિનાશ જ થતો હોય તો. બીજા આદિ સમયો સર્વથા વિલક્ષણ હોવાથી તેમાં આ દેવ થયો. અથવા ઘટ થયો. અથવા આનો સર્વથા અભાવ થયો. આમ પણ કેમ ન કહેવાય ?
અને જો બીજા સમયે દેવ-ઘટ-કે અભાવ થતો જ હોય તો આ દ્વિતીયસમયવાળો કે તૃતીયસમયવાળો પદાર્થ નારકી છે આમ ન જ કહેવરાવું જોઇએ. માટે પ્રથમ સમયોત્પન્ન, દ્વિતીયસમયોત્પન્ન, તૃતીયસમયોત્પન્ન આવાં વિશેષણો કથંચિત્ સ્થિર-વસ્તુ હોય એવા નારકાદિમાં જ ઘટે તેથી આ સૂત્રમાં પણ માત્ર પર્યાય આશ્રયી વસ્તુનો નાશ કહેલો છે પરંતુ તે નારકાદિનો સર્વથા ઉચ્છેદ કહેલો નથી. માટે હે અશ્વમિત્ર ! તારા પોતાના અશુભ કર્મના (મિથ્યાત્વ મોહના) વિપાકોદયથી જ ઉત્પન્ન થયેલો તારો આ