________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૮૩ ભંગવાદ માને છતે બોલતાંની સાથે જ શબ્દનો નાશ થવાથી તે પદોનો અને વાક્યોનો અર્થ કરી શકશે નહીં માટે તે વસ્તુ અયુક્ત છે. ૨૪૦૧-૨૪૦૨-૨૪૦૩ //
વિશેષાર્થ :- અથવા, અમે આપને પુછીએ છીએ કે “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ છે “આવું” આપે જાણ્યું શી રીતે ? તે તો અમને સમજાવો. કદાચ તમે આવો જવાબ આપો કે અમે શ્રુતજ્ઞાનથી જાણ્યું છે કે સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે. તો આ શ્રુતજ્ઞાનનો ઉપયોગ તો અર્થના બોધરૂપ છે. તે અસંખ્યાત સમયો વડે બનેલો છે. તથા જે સૂત્ર અને અર્થને ગ્રહણ કરવાનો આત્મપરિણામ છે. તેના વડે બનેલો છે. આવા પ્રકારના સૂત્ર અને અર્થને જાણવાના પરિણામ રૂપ ઉપયોગાત્મક શ્રતથી યુક્ત છે. પરંતુ પ્રતિસમયે વિનાશ પામે તેવા જ્ઞાનથી આ બોધ થાય નહીં.
વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે- અસંખ્યાત સમય સુધી જ્યારે ચિત્તની સ્થિરતા હોય ત્યારે જ “સર્વ વસ્તુ સામ્” આ પ્રમાણે જાણી શકાય છે આ જ્ઞાનોપયોગ છે. અને છબસ્થ આત્માને આ ઉપયોગ અંતર્મુહૂર્ત સુધી ચાલે છે ત્યારે જ આત્મા વસ્તુનો બોધ કરે છે. અન્યથા બોધ થતો નથી. જો વસ્તુને પ્રતિસમયે ઉચ્છદવાળી જ માનીએ તો આવા પ્રકારનો શ્રુતજ્ઞાનનો ઉપયોગ ઘટી શકે નહીં. તેનું કારણ આ પ્રમાણે છે.
અહીં હવે કારણ જણાવે છે કે “કોઈ પણ એક પદ ત્રણ-ચાર અક્ષરોનું (અવયવોનું) બનેલું હોય છે. જેમ કે રાવણ, હનુમાનજી તથા ગુફા, પર્વત, દશરથ, વિગેરે કોઈ પણ પદો બે-ત્રણ-ચાર અક્ષરોથી બનેલા હોય છે તેમાંના એક એક અક્ષરને બોલતાં ઉચ્ચારણ કરતાં જે કાલ જાય છે તે અસંખ્યાત સમય પ્રમાણ છે અર્થાત્ તે કાળ સંખ્યાતીત સમય પ્રમાણ = એટલે કે અસંખ્યાત સમયો વડે બનેલો છે. આવા પ્રકારના આ અક્ષરો સંખ્યાતા(બે-ત્રણ-ચાર અને પાંચ વિગેરે) હોય તો જ પદ બને છે. અને સંખ્યાતા પદો વડે જ વાક્ય બને છે. અને આવા પ્રકારના વાક્યના અર્થને ગ્રહણ કરવાનો જે અભિપ્રાય છે આશય છે આ જ્ઞાન અંતર્મુહૂર્ત કાલે થાય છે. અન્તર્મુહૂર્ત કાલના સર્વેક્ષણો સાથે મળીને જ્ઞાનની માત્રા વધતાં વધતાં આ બોધ થાય છે. તે બોધ, ઉત્પન્ન થતાંની સાથે જ નાશ પામતા એવા એક જ સમયવર્તી એવા મનથી થવો શક્ય નથી. માટે ક્ષણિક પણાની વાત સર્વથા અયુક્ત છે || ૨૪૦૧-૨૪૦૨-૨૪૦૩
અવતરણ :- ક્ષણભંગવાદમાં બીજું પણ ઘણું ઘટતું નથી તે દર્શાવે છેઃतित्ती, समो किलामो, सारिक्ख-विवक्ख-पच्चयाईणि । अज्झयणं झाणं, भावणा य का सव्वनासम्मि ॥ २४०४ ॥