________________
ચતુર્થ નિદ્ભવ અથમિત્ર મુનિ
૮૯ શું ? જેથી સંતાનના ઘાત માટે દીક્ષા ગ્રહણ કરવી એ કંઈ આવશ્યક નથી. કારણ કે વસ્તુ પોતે જ ક્ષણિક હોવાથી જો નાશ જ પામી જાય છે તો તેનું સંતાન છેદાય કે ન છેદાય તેનું પ્રયોજન પોતાને તો કંઈ જ રહેતું નથી.
તથા વળી સર્વથા અભાવસ્વરૂપે થયેલા (શૂન્યાત્મક બનેલા) ક્ષણભંગુર હોવાથી સર્વથા નાશ પામી ગયેલા તે પદાર્થનો હવે “આ સ્વસંતાન છે અને આ પર સંતાન છે. આ હણાયો છે અને આ હજુ હણાયો નથી. આવા પ્રકારની ચિન્તા કરવાની શી જરૂર છે ? જ્યાં પોતે તો છે જ નહી ત્યાં આવી વિચારણા પણ કેમ આવે ? કે જેથી તમે જે કહો છો કે “સ્વસંતાન અહત છે. તેથી દીક્ષા લેવી આવશ્યક છે.” આ વાત કેમ બેસે, કેમ સમજાય. તમારું વચન સંગત કેમ થાય ?
જે વસ્તુ ક્ષણિક હોવાથી જ નાશ પામી જ ગઈ છે તેને હવે આ સ્વસંતાન હણાયું નથી. એવો વિચાર પણ કેમ આવે ? | ૨૪૧૦ ||
અવતરણ:- “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ છે” આવો જે અશ્વમિત્રનો પક્ષ છે તેનું સાધક એવું પરે માનેલું “પ્રમાણ” જણાવીને તેમાં દૂષણ બતાવતા ગ્રંથકારશ્રી કહે છે કે - "
सव्वं पयं व खणियं, पज्जंते नासदरिसणाउत्ति । नणु इत्तोच्चिय, न खणियमंते नासोवलद्धीओ ॥ २४११ ॥
ગાથાર્થ :- સર્વે પણ વસ્તુઓ દુધની જેમ ક્ષણિક છે કારણ કે પર્યન્ત નાશ દેખાય છે માટે, ગુરુજી કહે છે કે ખરેખર આ જ કારણથી ક્ષણિક નથી કારણ કે અંતે જે નાસ દેખાય છે તે માટે. . ૨૪૧૧ ||
વિશેષાર્થ:- “સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે.” આ પ્રતિજ્ઞા જાણવી કારણ કે “પર્યન્ત નાશ દેખાય છે” આ હેતુ જાણવો, “દુધની જેમ” આ ઉદાહરણ સમજવું.
કોઇક વાદી આ ક્ષણિક માનનારાની સામે પ્રશ્ન કરે છે કે “જો સર્વે પણ વસ્તુઓમાં પર્યન્ત જ નાશ દેખાય છે તો પ્રતિક્ષણે વિનાશિપણું માનવામાં શું સિદ્ધ થયું. “કે જેથી તમે સર્વ વસ્તુઓને ક્ષણિક કહો છો ? અર્થાત જો અત્તે જ નાશ પામે છે તો અન્ન ન આવે ત્યાં સુધી વસ્તુ સ્થિર જ રહે છે ? આવો જ અર્થ થાય. તેથી ક્ષણિકપણાની સિદ્ધિ થતી નથી. ઉલટી વસ્તુ દીર્ઘ કાળવર્તી છે આમ સિદ્ધ થાય છે. પ્રશ્ન કરનારાનો આવો આશય છે. - સત્યમ્ - ક્ષણિકવાદી જ કહે છે કે તમારો પ્રશ્ન સત્ય છે. પરંતુ અમારો કહેવાનો આશય આ પ્રમાણે છે :- ચરમસમયે ઘટ-પટ આદિ પદાર્થો જે નાશ દેખાય છે તે