________________
૮૫
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ છે. પ્રચત કૃતિ પ્રાસ:= જે ગ્રહણ કરાય, જે ખવાય. ગળાય તે પ્રાસ અર્થાત્ કોળીયો. તેથી કોળીએ કોળીયે ભોજન કરનાર દેવદત્તાદિ કર્તા ક્ષણિક માનવાથી નવા નવા જ આવે છે. જેણે એક કોળીયાનો આહાર કર્યો તે બીજો કોળીયાનો આહર લેતાં લેતાં તો ક્ષણિક હોવાથી કેટલાય જીવો તેમાં બદલાઈ જાય છે. આમ કરતાં કરતાં તે ભોજન ક્રિયાના અંતે જે જીવ છે. તે તો સર્વથા ભોક્તા રહેશે જ નહીં કારણ કે છેલ્લો કોળીયો લેતાં તો ઘણા સમયો જાય છે તેમાં છેલ્લા સમયે આહાર ન પણ હોય. ભોજન ક્રિયા વિશેષ છેલ્લા સમયે ન હોવાથી (હાથ-મુખ ધોવાના કાળે તો) ભોજન ક્રિયા કરનાર દેવદત્ત આદિનો પણ સર્વથા ઉચ્છેદ જ થવાથી ક્ષુધા શાન્તિ થશે નહીં.
આ કારણથી અન્તિમ એવો એક કોળીયો મુખમાં પ્રક્ષેપ કરાયે છતે ભોક્તાને શું તૃપ્તિ થાય ? તથા વળી તે ભોક્તા પણ પ્રતિસમયે બદલાતો હોવાથી નવા નવા કર્તા આવે તેને તો તૃપ્તિ થશે જ નહીં. તો આ તૃપ્તિ કોને થાય ? આ પ્રમાણે ઉપર કહેલાને અનુસારે ગમન કરનારા જીવોમાં પણ એક પગલું ચાલે ત્યાં બીજો જ જીવ આવે, વળી એક પગલું ચાલે ત્યાં નવો જ જીવ આવે. એટલે કોઈ પણ જીવને લાંબુ ચાલવાનું રહેતું જ નથી. તેથી કોઈને પણ પરિશ્રમ (થાક) વિગેરે લાગશે જ નહીં. ઇત્યાદિ દોષો આવશે તે પોત પોતાની બુદ્ધિથી વિચારી લેવા. અને આમ માનવાથી લૌકિક પૈસાની લેવડ-દેવડ તથા કન્યાની લેવડ-દેવડના એમ સમસ્ત વ્યવહારનો વિચ્છેદ જ થવાનો પ્રસંગ આવે ? || ૨૪૦૫ ||
અવતરણ - : પ્રહ- અહીં પરવાદી કહે છે કેजेणं चिय पइगासं, भिन्ना तित्ती अओ चिय विणासो । तित्तीए तित्तस्स य एवं चिय सव्वसंसिद्धी ॥ २४०६ ॥
ગથાર્થ :- જે કારણથી કોળીએ કોળીએ ભિન્ન ભિન્ન તૃપ્તિ થાય છે. આ કારણથી જ અમારા વડે તૃપ્તિનો અને તૃપ્ત એવા જીવનો ક્ષણે ક્ષણે વિનાશ થાય છે. આમ માનવાથી જ સર્વવસ્તુઓની સિદ્ધિ થાય છે. || ૨૪૦૬ .
વિશેષાર્થ :- ક્ષણિકવાદી પોતાનો બચાવ કરતાં કરતાં કહે છે કે આ પ્રમાણે જ કોળીએ કોળીએ ભોક્તા એવો આત્મા ક્ષણિક હોવાથી બદલાય છે. અને અધિક અધિક તૃતિવાળો નવો નવો આત્મા જન્મે છે અને તૃપ્તિ પણ અધિક અધિકરૂપે અન્ય અન્ય જ થાય છે. આ પ્રમાણે તૃપ્તિનો અને તૃપ્ત એવા જીવનો પ્રતિક્ષણે નાશ થાય છે. (બદલાય જ છે.) આમ અમારા વડે મનાય છે.