________________
૮૬
સમુચ્છેદવાદ
નિતવવાદ જ્યાં જયાં વિશેષણનો ભેદ થાય. ત્યાં ત્યાં વિશેષ્યનો પણ અવશ્ય ભેદ થાય જ છે. અન્યથા જો વિશેષ્યનો ભેદ ન થાય તો વિશેષણનો ભેદ પણ ઘટે જ નહીં. કદાચ કોઈક વાદી અમને (ક્ષણિકવાદીને) આવો પ્રશ્ન કરે કે પ્રતિક્ષણે વિનાશિપણું માનવાથી તૃપ્તિ આદિનો અયોગ થશે આવું અમારા વડે પહેલાં તમને કહેવાયું જ છે. તો તમારૂ તેવું કથન યુક્ત નથી. કારણ કે “આમ હું કહું છું તેમ ક્ષણિકવાદ માનો તો જ સર્વ કાર્યની સિદ્ધિ થશે. તેના વિના નહીં થાય.
આ પ્રમાણે પ્રતિક્ષણે વસ્તુ વિનાશ પામે જ છે. આમ માનો તો જ સર્વ એવા તૃપ્તિ-શ્રમ-ક્લમ આદિ લોકવ્યવહારની સારી રીતે સિદ્ધિ થાય છે. તેના વિના આ વ્યવહારોની સિદ્ધિ થતી નથી.
રૂમુક્ત મવતિ = ઉપર કહેલી વાતનો સાર આ પ્રમાણે છે કે તૃપ્તિ આદિ વાસનાઓથી વાસિત થયેલો જીવ પૂર્વ પૂર્વ ક્ષણથી ઉત્તર ક્ષણ ક્ષણમાં ત્યાં સુધી જ ઉત્પન્ન થાય છે કે પર્યન્ત ઉત્કર્ષ ભાવવાળી તૃપ્તિ આદિ થાય (ક્ષણે ક્ષણે તૃપ્તિ બદલાતી જાય છે) આ વાત તો જ ઘટે જો પદાર્થોનું ક્ષણિકપણું માનવામાં આવે તો જ. પરંતુ નિત્યપણું જો માનવામાં આવે તો આ તૃપ્તિ આદિ ભાવો ઘટે જ નહીં.
કારણ કે નિત્ય જે વસ્તુ હોય છે તે તો અપમૃત-અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળી હોવાથી સર્વ કાળે એકસરખી સમાન જ તૃપ્તિ આદિ ભાવો રહેશે. અથવા સર્વથા તૃપ્તિ આદિનો અભાવ જ રહેશે. પરંતુ તૃપ્તિ આદિનો વધારો-ઘટાડો નહી ઘટી શકે અને તૃપ્તિ આદિનો વધારો ઘટાડો થાય તો છે જ માટે સર્વે પણ વસ્તુઓ હાનિવૃદ્ધિવાળી હોવાથી ક્ષણિક જ છે. આવા પ્રકારનો ક્ષણિકવાદીનો પૂર્વપક્ષ કહ્યો. l/૨૪૦૬ll
અવતરણ - ગોરમાહિક હવે અહીં ઉત્તર આપે છે - पूव्विल्लसव्वनासे वुड्ढी तित्ती य किंनिमित्ता तो ? । अह सा वि ते अणुवत्तइ, सव्वविणासो कहं जुत्तो ? ॥ २४०७ ॥
ગાથાર્થ - પૂર્વના ક્ષણનો સર્વથા નાશ થયે છતે ઉત્તરોત્તર ક્ષણોમાં જે વૃદ્ધિવાળી તૃપ્તિ થાય છે. તે કહો કે કોના નિમિત્તે થાય છે ? હવે જો તૃપ્તિ આદિ પૂર્વેક્ષણની તૃતિ દ્વારા ઉત્પન્ન થાય છે. આમ જો કહેશો તો તે પૂર્ણક્ષણીય તૃપ્તિ અનુવર્તે છે. આમ નક્કી થાય જ છે. તો સર્વનાશ થયો કેમ કહેવાય ? | ૨૪૦૭ ||
વિશેષાર્થ - જો આ પ્રમાણે હોય અને પૂર્વેક્ષણનો સર્વથા જ વિનાશ થતો હોય તો ઉત્તરોત્તર ક્ષણોમાં તૃપ્તિ આદિની જે વૃદ્ધિ થાય છે. અને વૃદ્ધિ થતાં થતાં પર્યન્ત (ચરમ સમયમાં) ઉત્કર્ષવાળી જે તૃપ્તિ થાય છે. તથા શ્રમાદિ બીજા ભાવોની પણ જે