________________
સમુચ્છેદવાદ
નિલવવાદ ગાથાર્થ :- જો આ સંતાનને સંતાનિથી ભિન્ન નથી આમ માનશો તો આ સંતાન જેવું કોઈ તત્ત્વ રહેશે નહીં. અને જો સંતાનથી સંતાન ભિન્ન જ છે આમ માનશો તો તેને ક્ષણિક મનાશે નહીં. અને જો ક્ષણિક છે આમ માનશો તો તે સંતાન કહેવાશે નહીં | ૨૩૯૮ ||
| વિશેષાર્થ : - તમે જે સંતાન માન્યું છે. તે સંતાન શું વસ્તુ છે ? આ સંતાન તે સંતાનિથી ભિન્ન છે કે અભિન્ન છે? જો એમ કહો કે સંતાન તે સંતાનિથી ભિન્ન નથી પણ અભિન્ન છે. તો આ સંતાન જેવું કોઈ તત્ત્વ રહશે જ નહીં. કારણ કે તે સંતાન તમે સંતાનિથી અભિન્ન (એકાકાર) માન્યું છે માટે, જેમ સંતાનનું સ્વરૂપ સંતાનથી ભિન્ન નથી. તેમ સંતાન પણ સંતાનિથી ભિન્ન નથી તેથી સંતાન અને સંતાનિ આ બન્ને સર્વથા એક વસ્તુ જ થશે. અને બન્ને ક્ષણિક જ હોવાથી બીજા સમયે કંઇ પણ વસ્તુ રહેશે જ નહીં.
હવે જો સંતાન તે સંતાનિથી ભિન્ન છે આમ માનશો તો ભિન્ન માનેલું તે સંતાન ક્ષણિક મનાશે નહીં. કારણ કે સંતાનિ ક્ષણિક છે આમ માન્યું છે અને સંતાનને તેનાથી ભિન્ન માન્યું. એટલે ક્ષણિક હોવું જોઈએ નહીં. અર્થાત્ અવસ્થિત વસ્તુનો સ્વીકાર થશે.
હવે જો આ સંતાનને પણ ક્ષણિક જ છે. આમ ઇચ્છાય તો આ સંતાન કહેવાશે નહીં. સંતાનની જેમ, તેથી સન્તાન જેવું કોઈ તત્ત્વ જ રહેશે નહીં. પણ સર્વથા સંતાનનો અભાવ જ થશે. તેથી સંતાનના અભાવવાળા પક્ષમાં કહેલા દોષો આવશે.
આ પ્રમાણે સર્વથા વિનાશ સ્વીકારાયે છતે સંતાન જેવું કોઈ તત્ત્વ ઘટતું જ નથી. આમ તત્ત્વ સમજવું || ૨૩૯૮ //
पुव्वाणुगमे समया, हुज्ज न सा सव्वहा विणासम्मि । अह सा न सव्वनासो, तेण समं वा नणु खपुष्पं ॥ २३९९ ॥
ગાથાર્થ - પૂર્વરૂપનો જો અન્વય માનો તો સમાનતા ઘટે, પરંતુ સર્વથા વિનાશ જ માનો તો તે સમાનતા પણ ઘટતી નથી. અને જો તે સમાનતા છે. તો સર્વથા નાશ નથી. અથવા સર્વથા નાશ થવા છતાં પણ જો તેની સાથે તુલ્ય છે. તો આકાશપુષ્પ પણ તુલ્ય છે આમ કેમ ન મનાય ? /૨૩૯૯ ||
વિશેષાર્થ - જ્યારે જ્યારે ઉત્તરક્ષણ આવે, ત્યારે ત્યારે પૂર્વેક્ષણનો કોઈ પણ સ્વરૂપે અન્વય (હોવાપણું) માનવામાં આવે તો જ ત્યાં બન્નેનો અનુપમ મેળ થવાથી પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણની સમાનતા (કે અસમાનતા) વિચારી શકાય.