________________
૭૬ સમુચ્છેદવાદ
નિતવવાદ ગાથાર્થ - કાળને આશ્રયી પર્યાય માત્રનો નાશ થયે છતે વસ્તુનો સર્વથા નાશ થતો નથી. કારણ કે સ્વ-પર પર્યાયોને આશ્રયી અનંતધર્મવાળી વસ્તુ છે. આમ માનવું ઉચિત છે. || ૨૩૯૩ ||
વિશેષાર્થ - વસ્તુનો સર્વથા વિનાશ થાય છે આમ માનવું તે ઉચિત નથી. શું હોતે છતે આમ માનવું ઉચિત નથી? કાળને આશ્રયી પર્યાય માત્રનો જ નાશ થાય છે માટે, ત્યાં શ્રદ્ધા એટલે નારક આદિ ભાવોનો પ્રથમાદિ સમય, તે જ પર્યાય કહેવાય છે. તે પર્યાય માત્રનો જે નાશ અર્થાતુ તે પર્યાયનું ચાલ્યું જવું. તે હોતે છતે પણ વસ્તુનો સર્વથા નાશ માનવો તે ઉચિત નથી.
કારણ કે વસ્તુ કેવા પ્રકારની છે? “સ્વપર્યાય અને પરપર્યાયને આશ્રયી અનન્ત પર્યાયવાળી છે” આ પ્રમાણે જે સમજાવ્યું. તેનો ભાવાર્થ આમ છે કે “જે સમયે તે નારકાદિ પદાર્થ પ્રથમ સમયના નારકપણે નાશ પામે છે તે જ સમયમાં બીજા સમયના નારકપણે ઉત્પન્ન થાય છે પરંતુ સાથે સાથે દ્રવ્યપણે અવશ્ય ધ્રુવ પણ રહે જ છે.
તેથી જો અદ્ધાપર્યાય માત્રનો (એક સમવર્તિ એવા પર્યાય માત્રનો) નાશ થયે છતે સર્વ એવી તે વસ્તુનો ઉચ્છેદ માનવામાં શું ફળ મળે? કારણ કે અનન્તાનંત પર્યાયવાળી વસ્તુ છે તેનો એક પર્યાયમાત્રનો ઉચ્છેદ થયે છતે સર્વથા તે વસ્તુનો ઉચ્છેદ માનવો આ વાત અત્યન્ત વિરુદ્ધ છે. અર્થાત્ આ વાત તદ્દન ખોટી છે. આમ ગુરુજીએ શિષ્યને સમજાવ્યું ર૩૯૩
અવતરણ - આ બાબતમાં વચ્ચે વચ્ચે શિષ્ય (અ-ક્ષમિત્ર) શંકા કરે છે કે - अह सुत्ताउत्ति मई, सुत्ते नणु सासयंपि निद्दिठं । वत्थु दव्वट्ठाए, असासयं पज्जायट्ठाए ॥ २३९४ ॥
ગાથાર્થ - હવે કદાચ અશ્વમિત્ર આમ કહે કે સૂત્રમાં જ સર્વોપણ વસ્તુઓ ક્ષણિક છે આમ કહેલું છે તેથી હું આમ કહું છું. તો સૂત્રમાં તો વસ્તુને શાશ્વત (ધ્રુવ) પણ કહેલી છે. કારણ કે સર્વે પણ વસ્તુઓ દ્રવ્યાર્થિક નયથી શાશ્વત છે. અને પર્યાયપાર્થિક નયથી અશાશ્વત પણ જરૂર છે. || ૨૩૯૪
વિશેષાર્થ:- ગાથા નંબર ૨૩૯૦ માં કહેલા સૂત્રના પાઠના આલાવાથી “પકુપન્નसमयनेरइया सव्वे वोच्छिज्जिस्संति एवं जाव वेमाणियत्ति, एवं बीयाइसमएस पि વલ્લ” આવા પ્રકારના સૂત્રપાઠની પ્રમાણિકતા હોવાથી પ્રત્યેક સમયોમાં સર્વથા વસ્તુનો વિનાશ થાય છે. આમ અશ્વમિત્રનું કહેવું છે.