________________
દ્વિતીય નિતવ તિષ્યગુપ્ત
૫૩ અવતરણ - તથા વળી મિત્રશ્રી શ્રાવકે આ પ્રમાણે સાચો માર્ગ જણાવ્યો
अंतोऽवयवो न कुणइ, समत्तकज्जं ति जइ न सोऽभिमओ । संववहाराई ए तो तम्मि कओऽवयविगाहो ॥ २३५१ ॥
ગાથાર્થ :- જો આ એક એક અન્તિમ દાણા તમારી સુધા મટાડવાનું સમસ્ત કાર્ય કરતા નથી. આ વાત જો તમને બરાબર સમજાય જ છે કે એક અન્તિમ દાણો કાર્ય કરે છે આ વાત સાચી નથી. તો પછી સમ્યમ્ વ્યવહારથી રહિત એવા તે સિદ્ધાન્તમાં એટલે કે અન્ય એક અવયવમાં સમસ્ત અવયવી માનવાનો આટલો બધો આગ્રહ કેમ રાખો છો ? | ૨૩૫૧ ||
વિવેચના :- જે અન્ય અવયવ એકલો હોય છે. તે સમસ્ત એવા અવયવીથી બની શકે તેવું કોઈ પણ કાર્ય કરી શકતો નથી. જેમ કે ઘટનો કોઈ પણ એક ભાગ જલાધારાદિ કાર્ય કરી શકતું નથી. તથા પટનો કોઈ પણ એક તખ્ત શરીરાચ્છાદન કે શીતત્રાણ આદિ કોઈ પણ કાર્ય કરી શકતું નથી. તે કારણથી માત્ર અન્ય અવયવને સમસ્ત અવયવી દ્રવ્ય મનાય નહીં. જેમ કુંભ (અથવા ઘટ)નો કોઈ પણ એક ભાગ માત્ર જલાધારાદિ કાર્ય કરે નહીં. માટે તેને કુંભ કહેવાય નહીં.
તથા ક્રૂર (રાંધેલો ભાત), બનાવેલી રસોઇ, અને વસ્ત્રાદિનો અનુક્રમે એકદાણીમાત્ર, સુકોમલ એવો ઝીણો ટુકડો, અને એક તખ્ત વિગેરે અવયવ હોવા છતાં પણ સુધા, શાન્તિ, ભૂખનો નાશ, અને ઠંડીથી રક્ષણ ઇત્યાદિ પોત પોતાનું કાર્ય કરવા રૂપ સંતોષ તમને પણ કરતો નથી.
તેથી સમ્યગુવ્યવહારથી રહિત એવા તે અન્તિમ અવયવ માત્રમાં સમસ્ત અવયવી માનવાનો આગ્રહ તમારો જે છે તે કેમ શોભા પામે ? યુક્તિયુક્ત અને સાચો છે એમ કેવી રીતે કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય. માટે કંઈક સત્યને સમજો. |૨૩૫૧ ||
અવતરણ :- આ જ વાતની પ્રમાણતા જણાવતાં કહે છે કે अंतिमतंतू न पडो, तक्कज्जाकरणओ जहा कुंभो । अह तयभावे वि पडो, सो किं न घडो खपुष्पं व ? ॥ २३५२ ॥
ગાથાર્થ - અન્તિમ એક તન્ત તે પટ નથી (આ પ્રતિજ્ઞા), કારણ કે શીતત્રાણાદિ પટનું જે કાર્ય છે તે આ ચરમતનું કરી શકતો નથી (હેતુ), જેમકે કુંભ (ઉદાહરણ), જે જે પટનું કાર્ય ન કરે, તેને પણ જો પટ કહીએ તો તો (વ્યતિરેક વ્યાપ્તિ) ઘટ અથવા આકાશપુષ્પ પણ પટ કેમ ન કહેવાય ? ( આ વ્યતિરેક ઉદાહરણ) || ૨૩૫ર |