________________
૬૭
તૃતીય નિહ્નવ આષાઢાભૂતિ મુનિ
ગાથાર્થ - મુનિઓની સાથે સહવાસ કરવો તે પણ કલ્યાણકારી નથી. કારણ કે તે મુનિ કુલ્ટા સ્ત્રી હોય અથવા કુશીલ કદાચ હોય તો આવી શંકા જ થશે. તથા ગૃહસ્થ પણ હોય અથવા મુનિ પણ હોઈ શકે ? તે માટે તેમણે “ધર્મલાભ” એવો આશિષ પણ ન આપવો જોઇએ આવી પણ શંકા થાય || ૨૩૭૨ ||
તથા દીક્ષાના અર્થી કોઈ પણ જીવને દીક્ષા ન આપવી. કારણ કે શું તે દીક્ષાને માટે ભવ્ય હશે કે અભવ્ય (અયોગ્ય) હશે ? આ વાત કોણ જાણે ? દીક્ષા લેવા માટે આવેલો જીવ શું આ ચોર હશે કે ચારક હશે (ગુન્હેગાર હશે) કે પદારાગામી હશે? આવી શંકા જ રહેશે | ૨૩૭૩ |
તથા વળી આપણને કોઈને કેવલજ્ઞાન ન હોવાથી કોણ શિષ્ય અને કોણ ગુરુ છે? તથા તે બન્નેમાં શું વિશેષતા છે ? તે પણ આપણા વડે જાણી શકાતી નથી તથા કોઈને ઉપદેશ પણ આપવો જોઈએ નહીં. કારણ કે સાચું શું છે? અને ખોટું શું છે? તે કોણ જાણે છે? સાંભળનાર પણ સાચો છે કે ખોટો છે ? તે પણ કોણ જાણે છે? ર૩૭૪
આ પ્રમાણે બધે શંકા જ થશે. કારણ કે આપણે છઘસ્થ છીએ તેથી બધુ યથાર્થ જાણી શકતા નથી. માટે સર્વત્ર શંકા જ થશે. ઘણું શું કહીએ ? સર્વ ઠેકાણે શંકા જ થશે. જિનેશ્વરના મતમાં, જિનેશ્વર પ્રભુમાં, પરલોકની બાબતમાં સ્વર્ગ-મોક્ષમાં પણ શંકા થશે જ. દીક્ષા લેવાનો અને પાળવાનો આરંભ પણ શા માટે કરવો જોઇએ ? કારણ કે સ્વર્ગ અને મોક્ષ હશે કે નહીં ! તેની પણ શંકા જ રહેશે. | ૨૩૭૫ II - હવે જો જિનેશ્વર ભગવંતો છે. આમ તમે માનો છો તો તેમના વચનથી જ શાસ્ત્રમાં કહેલી સર્વ વસ્તુઓનો પણ તમે સ્વીકાર કરો. તથા તેમના વચનથી જ “મુનિઓને વંદન કરવાનું પણ” સ્વીકાર કરો. આ વ્યવહાર કેમ માનતા નથી ? || ૨૩૭૬ || ' વિશેષાર્થ :- ઉપર કહેલી સર્વે પણ ગાથાઓ ઘણી જ સુગમ છે પરંતુ “ના વિ જ સંવાલો' ઇત્યાદિ ૨૩૭૨ થી ૨૩૭૫ સુધીની ચાર ગાથા વડે તમે જે સ્વીકાર્યું છે તેનો વિરોધ આવશે આમ બતાવાયું છે. અને “નંદ નંતિ નિવરિંવા” ઇત્યાદિ પદોવાળી ૨૩૭૬મી ગાથામાં “જો જિનેશ્વર ભગવંતો થયા જ છે. આ પ્રમાણે તેઓના વચનથી જ સિદ્ધ થાય છે. તો તે જ રીતે તેઓશ્રીના વચનથી જ સ્વર્ગ અને મોક્ષ વિગેરે તત્ત્વોનો જો સ્વીકાર કરો જ છો તો તેમના વચનથી” મુનિને વંદન કરવાનું પણ કેમ નથી સ્વીકારતા ? આ વંદનવ્યવહાર પણ સ્વીકારવો જોઇએ. || ર૩૭૨થી૩૭૬ ||