________________
પ્રથમ નિહ્નવ જમાલિ
૩૩ વડે મારો સાડો બળાયો” ત્યારે ઢંકશ્રાવક કહે છે કે “બળાતુ વસ્ત્ર દાહક્રિયાકાલે બળેલું કહેવાય નહીં આવો તમારો સિદ્ધાન્ત છે. તો બળાયા પહેલાં મારા વડે બળાતું નથી. અને ભવિષ્યકાળમાં પણ દાહક્રિયા ન હોવાથી બળાતું નથી. અને વર્તમાનકાળે તો તમે બળતાને બળાયુ માનતા જ નથી. આમ ત્રણે કાળે ઉપર કહેલી યુક્તિથી મારા વડે તમારું વસ્ત્ર બળાય જ નથી તો તે આર્યો ? તમારો સાડો મારા વડે ક્યા કાળે બળાયો છે ? કહો તો ખરા કે ત્રણેકાળમાં મારા વડે તમારો સાડો બળાયો જ નથી. તો પછી બળાયો” આમ કેમ બોલો છો ? આ પ્રમાણે કહીને ટંક નામના તે શ્રાવકે પ્રિયદર્શનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
| ૨૩૨૫-૨૩૨૬-૨૩૨૭ || અવતરણ - ટંકશ્રાવકે પ્રિયદર્શનાને સમજાવવા આ પ્રમાણે પ્રયત્ન કર્યો કે હું આર્ય! તમે આમ કેમ માનો છો ?
अहवा न डज्झमाणं दड्ढं, दाहकिरियासमत्तीए । किरीयाऽभावे दड्ढं जइ, दड्ढं किं न तेलुक्कं ? ॥ २३२८ ॥
ગાથાર્થ - અથવા જો બળતું હોય તેને બલ્ય ન કહેવાય તો શું દાહક્રિયાની સમાપ્તિ થાય ત્યારે બધું કહેવાય ? અને જો આમ જ હોય તો ત્રણે લોક બળેલાં કેમ ન કહેવાય? | ૨૩૨૮ ||
વિવેચન :- આ જ વાતને ઢંકશ્રાવક પ્રિયદર્શનાને વધારે સ્પષ્ટ કરીને સમજાવતાં કહે છે કે “જો બળતું હોય તેને બળવાની ક્રિયા ચાલુ હોય ત્યારે જે બળ્યું છે આમ ન કહેવાય તો શું બની રહ્યા પછી બળાયું છે. આમ કહેવાય ?
હે પ્રિયદર્શનાજી ! જો તમે કહો કે “હા” વસ્ત્ર પૂરેપૂરૂ બળી રહે ત્યારબાદ જ “દગ્ધ (બળાયું) છે. આમ કહેવાય તો જયારે દાહક્રિયા ચાલતી હતી ત્યારે તો દગ્ધ નથી જ આમ નિશ્ચિત થાય છે. તો બૂમાબુમ કેમ કરો છો કે મારો સાડો બળાયો મારો સાડો બળાયો ! તમારો તો આ સિદ્ધાન્ત જ નથી.
હવે જો બળી રહ્યા પછી બળાયો છે આમ કહો તો દાહક્રિયા સમાપ્ત થયા પછી તો દાહક્રિયા જ રહી નથી કે જેથી બળાયું છે. આમ તમારું કહેવું થાય. પરંતુ તે વાત કેમ સાચી કહેવાય? દાહક્રિયા પતી ગયા પછી જો બળાયું છે આમ કહો તો દાહક્રિયાની સમાપ્તિ પછી દાહક્રિયાના અભાવમાં જ બળાયું છે આવો અર્થ થાય- હવે જો આમ જ હોય તો આ આંખે દેખાતાં સમસ્ત એવાં ત્રણે લોક પણ હાલ દાહક્રિયાના અભાવમાં