________________
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત
૪૩ અથવા હે તિષ્યગુપ્ત ! તારી પાસે એવો વિશેષ હેતુ શું છે કે અન્તિમ આત્મપ્રદેશ જ આત્મા છે અને પ્રથમાદિ અન્ય આત્મપ્રદેશો આત્મા નથી? હવે કદાચ તું આવો બચાબ કરે કે વિવક્ષિત એવા અસંખ્યાત આત્મપ્રદેશોનો આ આત્મા બનેલો છે. તેમાં અન્તિમ આત્મપ્રદેશ જ તે વિવક્ષિત રાશિનો પૂરક છે. તે માટે અન્તિમ આત્મપ્રદેશ ને જ હું આત્મા માનું છું. આવી તારી બુદ્ધિ કદાચ હોય તો તારી આ વાત અયુક્ત છે. કારણ કે જેમ અન્તિમ આત્મપ્રદેશ એ આત્મતત્ત્વની સમાપ્તિ (પૂર્ણતા) કરનાર છે. તેવી જ રીતે પ્રથમ દ્વિતીય તૃતીય ઇત્યાદિ એક એક આત્મપ્રદેશો પણ તે આત્મતત્ત્વની અસંખ્યાત આત્મપ્રદેશોની સંખ્યાની પૂર્ણતા કરનારા જ છે. કારણ કે પ્રથમાદિ આત્મપ્રદેશોમાંના કોઈ પણ એક-બે આત્મપ્રદેશોને ભેળવ્યા વિના પૂર્ણ આત્મત્ત બનતું જ નથી. માટે અન્તિમ આત્મપ્રદેશની જેમ ઉપાજ્ય સુધીના સર્વે પણ એક એક આત્મપ્રદેશો આત્મતત્ત્વની સમાપ્તિસૂચક છે. માટે તે સર્વેને સમાન જ માનવા જોઈએ. માત્ર એક અન્તિમ આત્મપ્રદેશ જ આત્મતત્ત્વ છે આમ માનવું ઉચિત નથી.
તથા વળી ધારો કે અન્તિમ આત્મપ્રદેશ જ આત્મા હોય તો શું પૂર્વના પ્રથમ આત્મપ્રદેશથી પ્રારંભીને ઉપાજ્ય આત્મપ્રદેશ સુધીના સર્વે પણ આત્મપ્રદેશો લઈ લઈએ તો એકલો અન્તિમ આત્મપ્રદેશ તે આત્મા બનશે ? નહી જ બને. જેમ સેંકડો તખ્તઓનો બનેલા પટમાં ઉપન્ય સુધીના તમામ વસ્તુઓ લઈ લઈએ અને કેવળ અન્તિમ એક જ તનું રાખીએ તો શું તે અન્તિમ તત્ત્વ એકલો પટ કહેવાશે ? નહીં જ કહેવાય તેવી જ રીતે શરીરાચ્છાદન આદિ કાર્ય કરી શકશે ? નહી જ કરી શકે માટે તારી આ વાત બરાબર નથી જ !| ૨૩૩૮ ||
અવતરણ - જો અન્તિમ એક આત્મપ્રદેશ પુરણસ્વરૂપ હોવાથી તેને જ આત્મા માની લઈએ. તો સર્વે પણ આત્મપ્રદેશો આત્મતત્વના પૂરક હોવાથી બધા જ આત્મપ્રદેશોને આત્મા-આત્મા માનવા પડશે. તેથી અનેક આત્મા એક આત્મામાં છે. આવું અનિષ્ટ માનવાની આપત્તિ આવશે. આ વાત સમજાવતાં ગ્રંથકાર શ્રી કહે છે કે -
एवं जीवबहुत्तं पइजीवं सव्वहा व तदभावो । इच्छा विवज्जओ वा, विसमत्तं सव्वसिद्धी वा ॥ २३३९ ॥
ગાથાર્થ - આમ માનવાથી જીવોનું બહુત્વ (એક શરીરમાં જ ઘણા જીવો છે આમ જ) માનવું પડે. પ્રત્યેક જીવમાં જીવબહુત્વ અથવા સર્વથા જીવનો અભાવ જ માનવો પડે. આમ અયુક્તિયુક્ત વસ્તુ માનવામાં પોતાની ઇચ્છા જ પ્રબળ કારણ બનશે. અથવા વિપર્યય પણ થશે. અથવા વિષમત્વ પણ થશે આમ સર્વ દોષોની આપત્તિ આવશે. || ૨૩૩૯ |