________________
૪૧
દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત
અવતરણ- ઉલટી સમાજના આગ્રહી કેવી રીતે બન્યા? તે કહે છે एगादओ पएसा, नो जीवो, नो पएसहीणो वि । जं तो स जेण पुण्णो, स एव जीवो पएसोत्ति ॥ २३३६ ॥
ગાથાર્થ - એક પ્રદેશ, બે પ્રદેશ આદિ જે પ્રદેશો છે તે જીવ નથી. એમ યાવતુ એક પ્રદેશ હીન હોય તો પણ તે જીવ નથી. જે કારણથી તે સર્વપ્રદેશોથી પરિપૂર્ણ બને એવો જે અન્તિમપ્રદેશ અંદર આવે તે જ જીવ છે.
વિવેચન :- જે કારણથી આત્માનો કોઈ પણ એક આત્મપ્રદેશ તે જીવ નથી. પરિપૂર્ણ નહી હોવાથી, એમ બે આત્મપ્રદેશ કે ત્રણ આત્મપ્રદેશ કે ચાર આત્મપ્રદેશ એ પણ જીવ નથી એમ યાવત્ પાંચ-દશ પચીસ-પચાસ કે સંખ્યાત આત્મપ્રદેશો તે જીવ નથી કારણ કે " મંતે નીવપાસે" ઈત્યાદિ પૂર્વે કહેલા સૂત્રપાઠના આલાવામાં નિષેધ કરેલો છે તે માટે,
એમ કરતાં કરતાં યાવત્ એક આત્મપ્રદેશ પણ ન્યૂન હોય ત્યાં સુધી આ આત્મા આત્મા કહેવાતો નથી. કારણ કે આત્મપ્રવાદ નામના પૂર્વમાં તેનો નિષેધ કરેલો છે માટે.
પરંતુ જ્યારે છેલ્લો અન્તિમ પ્રદેશ આવે છે (ઉમેરાય છે) ત્યારે જ તે ચરમપ્રદેશ આવવાથી આ આત્મા આખો આત્મા (પરિપૂર્ણ આત્મા) બને છે. તે માટે તે અત્તિમ પ્રદેશ આવે ત્યારે જ સાચો જીવ છે. પરંતુ આ અન્તિમ પ્રદેશ જયાં સુધી આવ્યો ન હતો ત્યાં સુધી આખો આત્મા કહેવાતો નથી. માટે અન્તિમ આત્મપ્રદેશ વિના શેષ સઘળા પણ આત્મપ્રદેશો તે આત્મા નથી. પરંતુ અન્તિમ એક આત્મપ્રદેશ તે જ પરિપૂર્ણ આત્માનો પ્રેરક હોવાથી તે અન્તિમ આત્મપ્રદેશ આવે ત્યારે જ આખો આત્મા છે. માટે અન્તિમપ્રદેશ એ જ આખો આત્મા છે. કારણ કે આ સૂત્રના આલાવાનો પાઠ આ પ્રમાણે જ સૂચવે છે. / ૨૩૩૬ /
અવતરણ - ત્યારબાદ શું થયું ? તે ગ્રંથકારશ્રી સમજાવે છે - गुरुणाऽभिहिओ जइ ते पढमपएसो न संमओ जीवो । तो तत्परिणामोच्चिय जीवो कहमंतिम पएसो ॥ २६३७ ॥
ગાથાર્થ :- વસુ નામના ગુરુ એવા આચાર્ય વડે આ તિષ્યગુપ્તને કહેવાયું કે જો આ આત્માનો પ્રથમ પ્રદેશ એ જીવ તરીકે તને માન્ય ન હોય તો અન્તિમ પ્રદેશ પણ તેવા જ પરિણામવાળો હોવાથી જીવ છે આમ કેમ કહેવાય ? ll૨૬૩ળા