________________
એક પ્રદેશવાદ
નિતવવાદ વિવેચન :- જો અન્તિમ પ્રદેશ એ આખા આત્મતત્ત્વનું પુર્ણ સ્વરૂપ કરનાર છે. આમ માનીને તેને જ આત્મા કહેવામાં આવે. તો તે આત્મપ્રદેશની જેમ પ્રથમ-દ્વિતીયતૃતીય ઇત્યાદિ સર્વ આત્મપ્રદેશો પણ આત્મતત્ત્વના પૂરક હોવાથી એક એક આત્મપ્રદેશને આત્મતત્ત્વ માનવાની આપત્તિ આવે. અને આમ માનવાથી એક જ આત્મામાં અસંખ્ય આત્મપ્રદેશો હોવાથી અને તમારી વિચારધારા પ્રમાણે એકે એક આત્મપ્રદેશ તે સ્વતંત્ર આત્મતત્ત્વ બનવાથી એક જ શરીરમાં અસંખ્ય આત્મતત્ત્વ માનવાની આપત્તિ હે તિષ્યગુણ તમને આવશે.
અથવા કેવળ એકલા અન્તિમ આત્મપ્રદેશમાં જ આત્મતત્ત્વ તું માને છે. તેથી પ્રથમ-દ્વિતીય-તૃતીય આદિ આત્મપ્રદેશો તે અન્તિમ આત્મપ્રદેશ ન હોવાથી અનાત્મા અર્થાત્ અજીવતત્ત્વ થશે. અને જો આટલા બધા અસંખ્ય આત્મપ્રદેશો એ અજીવ જ હોય તો તે પ્રદેશો વિના કેવળ એકલો અન્તિમ આત્મ પ્રદેશ પણ અજીવ પણાને જ પામશે. આમ સર્વ પ્રદેશો અજીવ થવાથી તે જીવમાં જીવનો સર્વથા અભાવ જ સિદ્ધ થશે.
હવે, અન્તિમ પ્રદેશ જેવો છે. તેવા જ પ્રથમાદિ સર્વ આત્મપ્રદેશો છે. આમ સર્વ આત્મપ્રદેશો સમાન હોવા છતાં પણ સર્વ આત્મપ્રદેશોમાં આત્મતત્ત્વની પૂરણતા સરખી હોવા છતાં પણ કેવળ એક અન્તિમ પ્રદેશ જ જીવ છે પણ શેષ આત્મપ્રદેશો જીવ નથી. પણ અજીવ જ છે આમ જો માનવામાં આવશે અને આવો પોતાના મનનો માનેલો હઠાગ્રહ ત્યજવામાં નહી આવે તો રાજાદિની જેમ તમારી પોતાની ઇચ્છા જ પ્રમાણ મનાશે, પણ તર્ક યુક્ત વસ્તુનો સ્વીકાર કર્યો નહીં કહેવાય.
જેમ રાજા સત્તાધીશ માણસ છે તેને જેમ માનવું હોય તેમ માને. તેને કોઈ દબડાવી કે સમજાવી ન શકે તેમ તમારી પોતાની માનેલી આ વાત યુક્તિ વિનાની છે. દોષોથી ભરેલી છે છતાં તમે તમારી ઇચ્છા પ્રમાણે જ માનો તો અહીં તમારી ઇચ્છા જ કારણ અથવા પ્રમાણ બનશે. મનમાં જેમ આવ્યું તેમ માનવાનું રહ્યું. યુક્તિ કે તર્કપૂર્વકની આ વાત રહેતી નથી.
અથવા વિપર્યય નામનો દોષ પણ લાગે. તે આ પ્રમાણે પ્રથમાદિ પ્રદેશો અને અન્તિમ આત્મપ્રદેશ. આ સર્વે સમાન જ છે તો પ્રથમ પ્રદેશ અથવા દ્વિતીયપ્રદેશ તે આત્મતત્ત્વ હોય અને અન્તિમ આત્મપ્રદેશ તે આત્મતત્ત્વ ન હોય આવું પણ કેમ ન બને ? સંખ્યાની પૂરકતા તો બધે સમાન જ છે. માટે આદ્ય આત્મપ્રદેશ એ જ આત્મા હો. અને અન્તિમ આત્મપ્રદેશ તે અજીવ હો. આવી વિપરીત બુદ્ધિ પણ થશે.
અથવા વિષમતા પણ થશે. જેમાં પ્રથમાદિ પ્રદેશો અને અન્તિમ આત્મપ્રદેશ સમાન હોવા છતાં પણ તમારી મનમાની માન્યતાથી કેવલ એક અન્તિમ આત્મપ્રદેશને જ