________________
પ્રથમ નિર્ભવ જમાલિ
૧૯
જો કારણ કાલે કાર્ય સર્વથા અસત્ હોય અને તે પ્રગટ થતું હોય તો મૃત્પિડમાંથી જેમ ઘટ થાય છે તેમ ખરવિષાણ પણ ઉત્પન્ન થતાં કેમ દેખાતાં નથી. મૃŃિડકાલે જેમ ઘટ અસત્ છે. તેમ ખવિષાણ પણ અસત્ છે. બન્નેની અસત્તા એક સરખી સમાન જ છે.
જો મૃત્પિડમાંથી ખરવિષાણ અસત્ હોવાથી થતાં દેખાતાં નથી. તો ઘટ પણ કારણકાલે તમે અસત્ માનો છો તેથી તે ઘટ પણ થતો ન જ દેખાવો જોઇએ બન્ને સરખા જ અસત્ છે અથવા ક્યારેક મૃત્પિડમાંથી ખવિષાણ થઈ જાય અને ઘટ ન થાય આમ વિપર્યય પણ બનવો જોઈએ પરંતુ આમ બનતું નથી. તેથી માટીમાંથી ઘટ બને છે. તે માટે તે ઘટ ત્યાં સત્તાથી છે જ, અને સત્તાથી છે. તો જ થાય છે. ।।૨૩૧૪૫
અવતરણ :- નૃસ્ટિંડમાંથી ઘટ બનાવવામાં દીર્ઘ ક્રિયાકાલ દેખાય છે. ઘણા કાલ સુધી ઘટ ઉત્પાદનની ક્રિયા કરીએ ત્યારે અન્તિમ સમયે જ ઘટ થતો દેખાય છે આમ જે કહ્યું ત્યાં ગુરુજી ઉત્તર આપે છે કે
पइसमए उप्पन्नाणं परोप्परविलक्खाण सुबहु ।
दीहो किरियाकालो जइ दीसइ किं तत्थ कुंभस्स ।। २३१५ ॥
ગાથાર્થ :- પ્રતિસમયે ઉત્પન્ન થતા પરસ્પર વિલક્ષણ એવા શિવકાદિ અનેક કાર્યોનો લાંબો ક્રિયાકાલ હોય અને તે રીતે અનેક કાર્યોનો લાંબો ક્રિયાકાળ દેખાય તેમાં કુંભને શુ લેવાદેવા છે ? | ૨૩૧૫ ॥
વિવેચન :- મૃત્પિડમાંથી ઘટ બનાવો ત્યારે પ્રતિસમયે ઉત્પન્ન થતાં પરસ્પર અત્યન્ત વિલક્ષણ સ્વરૂપ વાળાં શિવક-સ્થાસ-કોશ-કુશૂલ વિગેરે કરોડો કાર્યોનો ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એક જ હોવાના કારણે પ્રતિસમયે નવાં નવાં પ્રારંભ કરેલાં અને તે જ સમયે નિષ્ઠા પામેલા એવાં કરોડો કાર્યોનો દીર્ઘ ક્રિયાકાલ દેખાય તો તેમાં ઘટાત્મક કાર્યને શું લેવાદેવા? ઘટાત્મક કાર્ય તો અન્તિમ સમયે જ પ્રારંભાય છે અને અન્તિમસમયે જ સમાપ્ત થાય છે.
ભાવાર્થ : આ પ્રમાણે છે કે (૧) માટી લાવવી. (૨) માટી પલાળવી. (૩) માટીના પિંડા બનાવવા ઇત્યાદિ અનેક કાર્યોનો આ દીર્ઘ કાલ છે તેને તું ઘટની ઉત્પત્તિમાં જ જોડે છે. આવો તારો અભિપ્રાય છે. તેથી તને ઘટની બનાવટમાં દીર્ઘ ક્રિયાકાલ દેખાય છે પરંતુ તારી આ માન્યતા અયુક્ત જ છે. કારણ કે પ્રતિસમયે નવાં નવાં કાર્યો આરંભાય છે અને તે તે કાર્ય તે તે સમયે જ સમાપ્ત થાય છે. કાર્યનો પ્રારંભકાલ અને કાર્યનો નિષ્ઠાકાલ એક જ હોય છે.